શ્વાન પાળવાના અનેક ફાયદા, હાર્ટ અટેકનું જોખમ રહે છે ઓછું

admin
2 Min Read

જે લોકો શ્વાનને પ્રેમ કરે છે તેઓ એ વાતને સારી રીતે જાણે છે કે તેમના શ્વાનનો સાથ તેમને કેટલો આરામ અને રાહત આપે છે. પરંતુ કદાચ શ્વાન પ્રેમીઓ પણ એ વાત નહીં જાણતા હોય કે શ્વાન પાળવાનું તેમના હૃદયના સ્વાસ્થ્ય માટે ફાયદાકારક છે. એક નવા રિસર્ચના જણાવ્યા મુજબ, ઘરે ડોગ પાળવાથી હાર્ટ અટેક અને સ્ટ્રોકની સમસ્યાથી પીડિત દર્દીઓ રાહત અનુભવી શકે છે. એટલું જ નહીં ડોગ પાળનારા લોકોમાં કાર્ડિયોવાસ્ક્યુલર ડિસીઝ એટલે કે હૃદય સંબંધિત બીમારીનું જોખમ ઓછું થઈ જાય છે. એટલું જ નહીં પેટ્સ એટલે કે પાલતુ પ્રાણીને સ્પર્શ કરવાથી પણ ખાસ અસર થાય છે જે શરીર પર હકારાત્મક અસર કરે છે.

 

ઉપરાંત શ્વાનને વોલ્ક પર લઇ જવો પડે છે જેથી શરીરને જરૂરી કસરત પણ મળી રહે છે. સાથે જ કૂતરા પાળનારા લોકોમાં કોલેસ્ટેરોલ અને ટ્રાઈગ્લિસરાઈડનું લેવલ પણ ઓછું જોવા મળ્યું હતું. ‘અમેરિકન હાર્ટ એસોસિયેશન’ના સંશોધકોએ કૂતરાની માલિકી સ્વાસ્થ્ય પરિણામો પર કેવી અસર કરે છે તેના પર રિસર્ચ કર્યું. રિસર્ચમાં જણાવ્યા પ્રમાણે, પાલતુ શ્વાનની સાથે રહેતા હૃદયના રોગના દર્દીઓમાં મોતનું જોખમ 33 ટકા ઓછું હતું. એટલું જ નહીં. જો તમે સ્ટ્રેસમાં હોય તો કૂતરાની સાથે સમય પસાર કરવો તમારા માટે ફાયદાકારક સાબિત થઈ શકે છે. કૂતરાનો સાથ તમારા માનસિક તણાવને ઓછો કરે છે અને હૃદયની બીમારીનું જોખમ ઓછું કરવામાં મદદ કરે છે.

Share This Article