મોદી સરકાર હવે IRCTCમાં પોતાની ભાગીદારી વેચશે

admin
2 Min Read

કેન્દ્રની મોદી સરકાર ધીમે ધીમે સરકારી સેક્ટરોનું પ્રાઈવેટીકરણ કરવામાં લાગી છે. હાલમાં જ સરકારે કેબિનેટ બેઠકમાં વધુ 6 એરપોર્ટનું સંચાલન ખાનગીકરણ કરવાનો નિર્ણય લીધો હતો. ત્યારે હવે એવા અહેવાલ સામે આવ્યા છે કે મોદી સરકાર હવે ઈન્ડિયન રેલવે કેટરિંગ એન્ડ ટૂરિઝમ કોર્પોરેશન (IRCTC)મા પોતાની વધુ ભાગીદારી વેચવાની તૈયારી કરી રહી છે.

(File Pic)

આ વેચાણ નરેન્દ્ર મોદી સરકારની તે મહત્વકાંક્ષી યોજનાનો ભાગ હશે જે હેઠળ આ નાણાકીય વર્ષ એટલે કે 2020-21 ડિસઇન્વેસ્ટમેન્ટથી સરકાર 2.1 લાખ કરોડ રૂપિયા ભેગા કરવા ઈચ્છે છે. ઉલ્લેખનીય છે કે ગત વર્ષ IRCTCનો આઈપીઓ આવ્યા બાદ એમ પણ આમાં સરકારની ભાગી દારી ઘટીને 87.40 ટકા થઈ ગઈ છે. એક રિપોર્ટ મુજબ વિનિવેશ વિભાગે IRCTCમાં ભાગીદારી વેચવા માટે મર્ચેટ બેંકર અને સેલિંગ બ્રોકર્સની નિમણુક કરી છે.

(File Pic)

આ વેચાણ ઓએફએસ દ્વારા કરવામાં આવી રહ્યું છે. ઓએફએસ માટે પ્રી બિડ મીટિંગ થઈ ચૂકી છે અને બિડિંગ પ્રક્રિયા 11 સપ્ટેમ્બરથી શરુ થઈ શકે છે. માનવામાં આવી રહ્યું છે કે, સરકાર તરફથી આઈઆરસીટીસીની આ ભાગીદારી ઓએફસીના માધ્યમથી વેચવામાં આવશે. આ માટે વિનિવેશ વિભાગ તરફથી મર્ચેન્ટ બ્રોકર્સની નિમણૂંક કરવામાં આવી છે. 

(File Pic)

શેર બજારમાં સૂચીબદ્ધ કંપનીઓના પ્રમોટર્સ પોતાની ભાગીદારીને ઓછી કરવા માટે આનો ઉપયોગ કરે છે. ઉલ્લેખનીય છે કે સપ્ટેમ્બર 2019માં આવેલા આઈપીઓ દ્વારા સરકારે IRCTCમાં પોતાની ભાગીદારી 12.6 ટકા ઘટાડી દીધી હતી. પહેલા રેલવે દ્વારા સરકારની આમાં 100 ટકા ભાગીદારી હતી. IRCTC ભારતીય રેલવેની મદદનીશ કંપની છે. IRCTC ટ્રેનોમાં સફર કરનારા લોકોની ઓનલાઈન ટિકિટ બુકિંગની સાથે પ્રવાસીઓને ભોજન વગેરે આપવાની સુવિધા પ્રોવાઈડ કરે છે. આ ઉપરાંત આ કંપની દ્વારા દેશમાં પ્રાઈવેટ ટ્રેનોનું સંચાલન કરવામાં આવશે.

Share This Article