ગોધરામાં ફરી ચોમાસુ જામ્યું

admin
1 Min Read

પંચમહાલ જિલ્લાના ગોધરામાં ફરી ચોમાસુ જામ્યું છે. વરસાદના કારણે વાતાવરણમાં ઠંડક પ્રસરતી જોવા મળી રહી છે. ગાજ વીજ અને પવન સાથે વરસાદ શરુ થઇ ગયો છે.  ડાંગર, કપાસ સહિતની ખેતીમાં ભારે નુકસાન થતું જણાઈ રહ્યું છે.  નાના વહેપારીઓ અને ગ્રામીણઓ મુશ્કેલીમાં મુકાયા છે. ભારે પવન અને વરસાદ આવવાથી લોકોમાં ભયનો માહોલ જોવા મળી રહ્યો છે. વરસાદ સાથે સાથે ઝોર દાર પવન અને વીજળીના ત્રાટકા પણ પડી રહ્યા છે. પાછોતરો વરસાદ ખેડૂતોને રાતા પાણીએ રડાવા માટે જ આવ્યો છે. મહત્વનું છે કે મહા વાવાઝોડાની ગંભીરતાને જોતાં રાજ્ય સરકારે આર્મી,નેવી અને એરફોર્સની ય મદદ લીધી છે. આર્મીની 10 કોલમને સ્ટેન્ડ બાય રાખવામાં આવી છે. જયારે એરફોર્સના 10 હેલિકોપ્ટર આકસ્મિક મદદ માટે સજજ કરાયાં છે. મહા વાવઝોડું દરિયામાં ફંટાઈ જવાની શક્યતા છે. દીવથી 250 કિમી દૂર દરિયામાં વાવાઝોડું ફંટાય તેવી શક્યતા હાલ હવામાન વિભાગ દ્વારા સેવાઈ રહી છે. જો આવુ થાય તો ગુજરાતના દરિયા કિનારે મહાની ઓછી અસર પડશે. પણ હા વાવાઝોડા સાથે તોફાની વરસાદ તો થશે જ. તેવામાં પંચમહાલમાં વરસાદ પડતા ખેડૂતો સાવ પાયમાલ થઇ ગયા છે. જે થોડો ઘણો પાક બચ્યો હતો તે પણ આ વરસાદમાં મોટું નુંકશાન થવા પામ્યું છે. કપાસ, ગવાર, બાજરી જેવા પાકો સાવ પાણીમાં ફેરવાઇ ગયા હોવાથી ખેડૂતને ભારે હાલાકી થઇ છે.

Share This Article