રામી માળી મોખાદીયા પરિવાર દ્વારા નીવેધ કરવામાં આવ્યાં

admin
1 Min Read

સિદ્ધપુર સરસ્વતી નદીના તટે સ્વયંભૂ બ્રહ્માંડેશ્વર મહાદેવના પરીસરમાં આવેલ ઢગલા બાપજીના મંદિરે પાટણ સહિત ઉત્તર ગુજરાતના મોઢ-મોદી સમાજ દ્વારા તર્પણ, વિધી, માતૃતર્પણ, પિતૃતર્પણ, પુત્ર શ્રાદ્ધ સહિત બાબરી તેમજ રગડીનો ધાર્મિક વિધીનો પ્રારંભ થયો હતો. અબાલ-વૃધ્ધ સૌ કોઈ પરિસરમાં રહી ઢગલા બાપજીની બાધા-આખડી પૂરી કરી સરામણી વિધિ કરે છે. લોક મેળાનો કારતક સુદ નોમથી પ્રારંભ થતાં હજારોની સંખ્યામાં મોઢ-ઘાંચી સમાજના લોકો બાબરી સરામણી વિધિ માટે ઉમટી પડયા હતા.પાટણવાડા મોઢ ઘાંચી સમાજના કોઈપણ વ્યક્તિ દેશ પરદેશ રહેતો હોય તેને આ વિધિ કરવા માટે અચૂક આવવું પડે છે.જેમાં મોખાદીયા પરિવાર દ્વારા મહાદેવને મૂળાની ભાજી  અને લાડુંનો પ્રસાદ ધરાવામાં આવે છે ત્યારે ચાલુ સાલે પણ આ પરંપરા યથાવત રહેવા પામી હતી અને મોખાદીયા પરિવાર દ્વારા મોખેશ્વર મહાદેવને નૈવેધ ચડાવવામાં આવ્યું હતું  જેમાં નાના બાળકથી માંડીને 80 થી 90 વર્ષના વયોવૃધ્ધ સુધીનો પરિવાર આ પરિસરમાં રહી ઢગલા બાપજીની માનતા તેમજ સરામણ વિધિ પૂરી કરે છે. આ મેળામાં પાટણ, મહેસણા, ખેરાલુ, વિસનગર, પાલનપુર, ડીસા, વાગડોદ, અમદાવાદ, મુંબઈ વગેરેથી સમાજના લોકો ઉમટી છે. જેમને આ જ્ઞાાતિ દ્વારા રહેવા-જમવા, લાઈટ, પાણી, સુરક્ષા સહિતની સગવડો આપવામાં આવે છે. આ સ્થાનકે શહેરીજનો પણ મોટી સંખ્યામાં દર્શનાર્થે ઉમટી પડે છે અને મંદિરમાં ઢગલા બાપાજીનો દિવો પ્રગટાવી ખાંડ ઘી નો પ્રસાદ ચડાવી પોતાની બાધા પૂરી કરે છે.

 

Share This Article