ગુજરાતમાં એક્ટિવ કેસની સંખ્યા 14 હજારની નીચે પહોંચી

admin
1 Min Read

છેલ્લા ઘણા દિવસોથી ગુજરાતમાં કોરોનાનું સંક્રમણ ઘટતુ જોવા મળી રહ્યુ હતું જે ફરી એકવાર હવે વધતુ હોય તેમ લાગી રહ્યું છે. જોકે રાજ્યમાં એક્ટિવ કેસની સંખ્યા 14 હજારથી નીચે પહોંચી ગઈ છે. રાજ્યમાં 22 ઓક્ટોબર સાંજથી 23 ઓક્ટોબર સાંજ સુધીમાં 1112 પોઝિટિવ કેસ નોંધાયા છે. આ સાથે જ રાજ્યમાં કુલ કેસની સંખ્યા વધીને 1,65,233 થઈ છે.

તો બીજીબાજુ રાજ્યમાં એક જ દિવસમાં 1264 દર્દીઓએ કોરોનાને માત આપી છે. રાજ્ય સરકારના આરોગ્ય વિભાગ દ્વારા કોરોનાના કેસ અંગેની વિગતવાર માહિતી આપવામાં આવી હતી. રાજ્યમાં 24 કલાકમાં વધુ 6 દર્દીના કોરોનાથી મોત થયા છે. આ સાથે જ રાજ્યમાં કુલ મૃત્યુઆંક વધીને 3676 થયો છે. જ્યારે અત્યાર સુધી રાજ્યમાં કુલ 1,47,572 દર્દીઓની તબિયતમાં સુધારો થતા તેમને હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી છે. રાજ્યમાં આજે નોંધાયેલ કેસોમાં સૌથી વધુ કેસ ફરી એકવાર સુરતમાં સામે આવ્યા છે. સુરતમાં 24 કલાકમાં 239 પોઝિટિવ કેસ સામે આવ્યા છે. જ્યારે અમદાવાદમાં 182, વડોદરામાં 121 અને રાજકોટમાં 107 કેસ નોંધાયા છે. જ્યારે ભાવનગરમાં 15, જામનગરમાં 55, પંચમહાલમાં 19, અમરેલીમાં 18, સુરેન્દ્રનગરમાં 21 કેસ નોંધાયા છે. હાલ રાજ્યમાં કુલ 13985 એક્ટિવ કેસ હોવાની વિગત સામે આવી છે.

Share This Article