બહુચર્ચિત વેબ સિરીઝ “આશ્રમ”ની બીજી સિઝન આ તારીખે થશે રીલીઝ, સામે આવ્યું ટીઝર

admin
1 Min Read

બહુચર્ચિત અને વિવાદાસ્પદ વેબ સિરીઝ આશ્રમની બીજી સિઝનની રીલીઝ ડેટ જાહેર થઈ ચુકી છે. એમએક્સ પ્લેયર પર આશ્રમ વેબ સિરીઝની બીજી સિઝન 11 નવેમ્બરના રોજ રીલીઝ થશે.

તેમજ આશ્રમ વેબ સિરીઝના મુખ્ય અભિનેતા બોબી દેઓલે બીજી સિઝનનું ટીઝર પણ પોતાના ઈન્સ્ટાગ્રામ પર શેર કર્યુ છે. ટીઝરમાં બોબીએ કહ્યું છે કે તે આશ્રમની પરંપરા નક્કી કરશે.

https://www.instagram.com/p/CGo92igB3RF/?utm_source=ig_web_copy_link

આપને જણાવી દઈએ કે, આશ્રમની પ્રથમ સિઝન 28મી ઓગસ્ટે રીલીઝ થઈ હતી. સિરીઝમાં બોબી દેઓલ કાલ્પનિક કાશીપુર વાલે બાબા નિરાલાનું પાત્ર ભજવી રહ્યો છે. ઓટીટી પ્લેટફોર્મ દ્વારા બહાર પાડવામાં આવેલા આંકડા અનુસાર બે સપ્તાહમાં આ સિરીઝને 200 મિલિયન એટલે કે 20 કરોડથી પણ વધુ વખત સ્ટ્રીમ કરવામાં આવ્યું હતું. આશ્રમ 20 કરોડ ભક્તો સાથે મજબૂત બની ગયું છે.

આ સિરીઝમાં ચંદન રોય સાન્યાલ, અદિતિ પોહાનકર, દર્શન કુમાર, અધ્યન સુમન મુખ્ય ભૂમિકામાં છે. તેની સ્ટોરી હબીબ ફૈઝલે લખી છે. આ વેબ સિરીઝ તેના કેટલાક હોટ સીન્સને લઈને પણ ખૂબ જ ચર્ચામાં રહી છે.  આપને જણાવી દઈએ કે, આશ્રમ વેબ સિરીઝને લઈ કેટલાક લોકોએ વાંધો પણ ઉઠાવ્યો હતો. જેમનું કહેવું હતું કે, આ હિન્દુ ધર્મને બદનામ કરવાનું એક ષડયંત્ર છે.

Share This Article