ગુજરાતમાં કોરોનાનો આંકડો 20 હજારને પાર

admin
1 Min Read

ગુજરાતમાં કોરોના વાયરસના દિવસેને દિવસે કેસ વધી રહ્યા છે. ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં કોરોના વાયરસના નવા 480 કેસ નોંધાયા છે. ગુજરાતમાં નવા 480 પોઝિટિવ કેસ નોંધાતા કુલ કેસની સંખ્યા વધીને 20097 થઈ ગઈ છે.

બીજીબાજુ રાજ્યમાં એક જ દિવસમાં 319 દર્દીની તબિયતમાં સુધારો થતાં તેમને હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી છે. રાજ્ય સરકારના આરોગ્ય વિભાગ દ્વારા કોરોનાના કેસ અંગેની વિગતવાર માહિતી આપવામાં આવી હતી.

રાજ્યમાં 24 કલાકમાં વધુ 30 દર્દીઓના કોરોનાના કારણે મોત નિપજ્યા છે. રાજ્યમાં કુલ મૃત્યુઆંક વધીને 1249 થયો છે. જ્યારે અત્યાર સુધી કુલ 13643 દર્દીઓ સાજા થઈને હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ થયા છે. રાજ્યમાં નવા નોંધાયેલા કેસોમાં અમદાવાદમાં 318, સુરતમાં 64, વડોદરામાં 35 પોઝિટિવ કેસ નોંધાયા છે.

જ્યારે ગાંધીનગરમાં 19, બનાસકાંઠા-મહેસાણામાં 6-6 કેસ નોંધાયા છે. જ્યારે પાટણમાં 5, ખેડા-સુરેન્દ્રનગરમાં 4-4 કેસ નોંધાયા છે. જ્યારે આણંદ-રાજકોટમાં 3-3 કેસ નોંધાયા છે. આ ઉપરાંત ભાવનગર-ભરુચમાં 2-2 કેસ સામે આવ્યા છે. હાલ રાજ્યમાં કુલ 5205 એક્ટિવ કેસ છે જે પૈકી 67 દર્દી વેન્ટીલેટર પર છે જ્યારે 5138 દર્દી સ્ટેબલ છે.

Share This Article