285 વર્ષ પહેલાં પણ રોકવામાં આવી હતી પુરીની રથયાત્રા

admin
1 Min Read

ઓડિશાના જગન્નાથ પુરી રથયાત્રા પર સુપ્રીમ કોર્ટે રોક લગાવી છે. કોરોનાકાળમાં રથયાત્રાની મંજૂરી નથી. આ યાત્રા 23 જૂનના રોજ નીકળવાની હતી. લગભગ તમામ તૈયારીઓ પૂરી થઈ ગઈ હતી. યાત્રામાં 10થી 12 લાખ લોકો ભેગા થાય તેવી આશા હતીં. આ કાર્યક્રમ લગભગ 10 દિવસ ચાલે છે.

સુપ્રીમ કોર્ટે ઓરિસ્સાના પુરીમાં 23 જૂનના રોજ શરૂ થનાર ભગવાન જગન્નાથની રથયાત્રા ઉપર ગુરુવારે પ્રતિબંધ મૂકી દીધો છે. ચીફ જસ્ટિસ એસએ બોબડેએ કહ્યું કે જો કોરોના વચ્ચે આ વર્ષે રથયાત્રાની પરવાનગી આપીશું તો ભગવાન જગન્નાથ અમને માફ નહીં કરે.

આપને જણાવી દઈએ કે, 285 વર્ષમાં આ બીજીવાર બન્યું, જ્યારે રથયાત્રા રોકી દેવામાં આવી છે. વર્ષો પહેલાં મુઘલોના સમયગાળામાં યાત્રા રોકવામાં આવી હતી. આ વર્ષે રથયાત્રા અંગે પહેલાંથી અસમંજસની સ્થિતિ બનેલી હતી.

આ દરમિયાન, ભુનવેશ્વરના NGO ઓરિસ્સા વિકાસ પરિષદે સુપ્રિમ કોર્ટમાં પિટીશન ફાઇલ કરીને કહ્યું હતું કે, રથયાત્રાથી કોરોના ફેલાવાનો ખતરો રહેશે. જો લોકોના સ્વાસ્થ્યને ધ્યાનમાં રાખીને કોર્ટ દિવાળી ઉપર ફટાકડા ફોડવા ઉપર પ્રતિબંધ લગાવી શકે છે તો રથયાત્રા ઉપર પ્રતિબંધ કેમ નહીં? શ્રીજગન્નાથ મંદિર સમિતિના અધ્યક્ષ અને પુરીના ગજપતિ મહારાજ દિવ્યસિંહ દેબના કહેવા પ્રમાણે મહાપ્રભુ જગન્નાથજીના દુનિયાભરમાં રહેલાં ભક્તો સુપ્રીમ કોર્ટના આ નિર્ણયથી નિરાશ છે, પરંતુ નિર્ણય માનવો જરૂરી છે.

Share This Article