વાલ્મિકી સમાજ દ્વારા ધોરાજી મુકામે રેલીનું આયોજન કરાયું

admin
1 Min Read

અમરેલી જીલ્લાનાં બગસરા શહેરમાં વાલ્મિકી સમાજ દ્વારા ધોરાજી મુકામે મહિલા સફાઈ કામદારને માર મારવા બાબતે બગસરા વાલ્મિકી સમાજ દ્વારા વિશાળ રેલી નીકળવામાં આવી હતી. રેલી નિકળીને બગસરા મામલતદાર કચેરીએ મામલતદારને આવેદનપત્ર પાઠવીને આક્રોષ વ્યકત કર્યો હતો.  ધોરાજી મુકામે મહિલા સફાઈ કામદારને એક મોબાઇલના દુકાનદારે પોતાની દુકાનનો કચરો લેવા કહેતા મહિલા સફાઈ કામદારે દુકાનનો કચરો લેવાની ના પાડતા દુકાનદાર દ્વારા મહિલા સફાઈ કામદારને જાતિ વિરુદ્ધ અભદ્ર ટીપ્પણી કહીને જ્ઞાતિ પ્રત્યે અપમાનિત કરવામાં આવી હતી.  અપમાનિત કરી તેને માર મારવામાં આવ્યો હતો અને ઉપરકોત ઘટનાના પ્રત્યા ઘાત બગસરા વાલ્મિકી સમાજમાં પડેલ હોય ત્યારે સફાઈ કામદારો સખત શબ્દોમાં વખોડી કાઢીએ છીએ. સફાઈ કામદારો અવારનવાર આવી ઘટનાનો ભોગ બનતા આવ્યા છીએ અને વર્તમાન સમયમાં પણ ભોગ બને છે. ભવિષ્યમાં આવી ઘટનાના બને તે માટે મારે સરકાર સફાઈ કામદારોને રક્ષણ માટે યજ્ઞ નીતિ અપનાવે અને ભવિષ્યમાં આવી ઘટના ના બને તેની તકેદારી રાખવામાં આવે.

 

Share This Article