શહેર ભાજપ કાર્યાલય ખાતે સંગઠન બેઠક યોજાઈ

admin
1 Min Read

શહેરામાં નગર અને તાલુકાના ભાજપ સંગઠનના હોદ્દેદારોની ટર્મ પૂરી થતા નવા હોદ્દેદારોની વરણી કરવા માટે ભાજપ કાર્યાલય ખાતે સંગઠન સંરચનાની બેઠક ધારાસભ્ય જેઠાભાઇ ભરવાડની અધ્યક્ષતામાં યોજાઈ હતી. તેમજ જિલ્લામાંથી આવેલા નીતિનભાઈ શાહની ઉપસ્થિતિમાં કરવામાં આવી હતી. વિધાનસભા અને લોકસભાની ચૂંટણીમાં મહત્તમ મતોથી જીતાડવા તેમજ સારી  કામગીરીને લઇને તાલુકા ભાજપ પ્રમુખ તરીકે મગનભાઈ પટેલીયા અને મહામંત્રી તરીકે સંજયભાઈ બારીયા અને નટુભાઈની ફરીથી વરણી કરવામાં આવી હતી. નગર ભાજપ પ્રમુખ પદે સૌના આશ્ચર્ય વચ્ચે એકદમ નવીન ચહેરા તરીકે પ્રમુખ પદે અંબાલાલ વાળંદ અને નગર મહામંત્રીમાં પણ નવીન ચહેરાઓને તક આપવામાં આવી હતી જેમાં બીપીનભાઈ પ્રજાપતિ, દીપકભાઈ બારીયાની વરણી કરવામાં આવી હતી. કાર્યક્રમમાં ઉપસ્થિત  જિલ્લા ભાજપ મહામંત્રી જીગ્નેશભાઈ પાઠક, નગરપાલિકા પ્રમુખ સ્નેહાબેન, ઉપપ્રમુખ પ્રદીપભાઈ પદવાણી, ભુપતભાઈ પટેલ, માજી તાલુકા પંચાયત પ્રમુખ ડો. કિરણસિંહ બારીયા સહિત ભાજપ અગ્રણીઓ અને કાર્યકરોએ નવીન વરણી થયેલ નગર અને તાલુકાના પ્રમુખ અને મહામંત્રીઓનું ફૂલ હાર પહેરાવીને સ્વાગત કર્યું હતું. સાથે જ તેઓની વરણીને તાળીઓના ગડગડાટથી વધાવી લીધી હતી.

Share This Article