રાજકોટ : અકસ્માતમાં આ વર્ષે 140ના મૃત્યુ

admin
1 Min Read

રાજકોટ પોલીસ દ્વારા હેડ ક્વાર્ટર ખાતે અકસ્માતમાં મૃત્યુ પામેલા લોકોને શ્રદ્ધાંજલિ આપવાનો કાર્યક્રમ યોજાયો હતો. આ વર્ષે અકસ્માતમાં 140 લોકોના મૃત્યુ નીપજ્યા છે. જેમાં મોટાભાગનાએ હેલ્મેટ ન પહેર્યું હોય અને મૃત્યુ પામ્યા હતા. પોલીસ કમિશનર મનોજ અગ્રવાલ સહિત મોટી પોલીસ કર્મચારીઓ હાજર રહી શ્રદ્ધાંજલિ આપી હતી. પોલીસે વાહનચાલકોને ટ્રાફિકના નિયમોનું પાલન કરવા વિનંતી કરી હતી અને હેલ્મેટ પહેરવા અનુરોધ કર્યો હતો. ઉલ્લેખનીય છે કે આ પ્રસંગે શહેર પોલીસ કમિશનર મનોજ અગ્રવાલ દ્વારા તમામ મૃતકોના પરિવારજનોને એક શપથ પણ લેવડાવવામાં આવ્યા હતા. પરિવારજનોને શપથ લેવડાવ્યા હતા કે, આગામી દિવસોમાં તેઓ જ્યારે પણ વાહન ચલાવે છે ત્યારે હેલ્મેટ જરૂરથી પહેરશે. બીજી તરફ મૃતકોના પરિવારજનોએ પણ કબૂલ્યું હતું કે, વાહન ચલાવતા સમયે હેલ્મેટ પહેરવું જરૂરી છે. રાજકોટ પોલીસ દ્વારા યોજવામાં આવેલા શ્રદ્ધાંજલિ કાર્યક્રમમાં એક વૃદ્ધ મા-બાપ પણ આવ્યા હતા, જેમણે બે મહિના પહેલા પોતાનો 35 વર્ષીય દીકરો અકસ્માતમાં ગુમાવ્યો હતો. ન્યૂઝ 18 ગુજરાતી સાથેની વાતચીતમાં જીવાભાઇએ જણાવ્યું હતું કે, બે મહિના પહેલા તેમનો પુત્ર લાખો હેલ્મેટ પહેર્યાં વગર ટુ વ્હીલર ચલાવતો હતો. આ સમયે ગાય રસ્તા પર આડી ઉતરતા તેમના દીકરાનું અકસ્માતમાં મોત નીપજ્યું હતું.

Share This Article