મંગળવારે જાહેર થશે ધોરણ-10નું પરિણામ

admin
1 Min Read

ગુજરાત માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા આવતીકાલ, 9 જૂને ધોરણ-10ની પરીક્ષાનું પરિણામ જાહેર કરવામાં આવશે. વિદ્યાર્થીઓ સવારે 8 કલાકથી બોર્ડની વેબસાઇટ  પર પોતાનું પરિણામ જોઈ શકશે.

મળતી માહિતી મુજબ, ગુજરાત રાજ્ય માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક બોર્ડ દ્વારા ચાલુ વર્ષે લેવાયેલી ધોરણ 10ની પરીક્ષાનું પરિણામ 9 જૂનના રોજ(આવતીકાલે) જાહેર કરવામાં આવશે.આ પરિણામ સવારે 8 વાગ્યે પરિણામ જાહેર થશે તેવી જાહેરાત શિક્ષણ વિભાગ દ્વારા કરવામાં આવી છે.

વિદ્યાર્થીઓ પોતાનું પરિણામ ગુજરાત રાજ્ય માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક બોર્ડની સત્તાવાર વેબસાઈટ gseb.org જોઇ શકશે. નોંધનીય છે કે, આ વર્ષે ગણિતનું પેપર અઘરુ હોવાથી પરિણામ નીચું જવાની શક્યતા છે. તો આ વર્ષે પરીક્ષાની પેટર્ન બદલાતા પરિણામ પર અસર પડવાની સંભાવનાઓ વ્યક્ત કરવામાં આવી છે.

આપને જણાવી દઇએ કે,  934 પરીક્ષા કેન્દ્રો પર 81 ઝોનમાં પરીક્ષા લેવામાં આવી હતી. જેમાં ધોરણ-10માં રેગ્યુલરમાં 8 લાખ 40 હજાર વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી. જ્યારે 2 લાખ 25 હજાર રિપીટર વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી. આ વર્ષે 125 જેલના કેદીઓએ પણ પરીક્ષા આપી હતી.

Share This Article