અમરેલી-વાવેરા પાસે સિનિયર સીટીઝનને લૂંટનાર ગણતરીની કલાકોમાં પકડાયો

Subham Bhatt
1 Min Read

રાજુલા વિજપડી રોડ ઉપર વાવેરા ગામ પાસે સીનીયર સીટીઝનને પોતાની ફોરવ્હીલમાં બેસાડી, ફોરવ્હીલમાંથી ઉતારતી વખતેખમીસમાં પહેરેલ સોનાના બટન નંગ-૩ ઝુંટવી નાસી ગયેલ અજાણ્યા ફોરવ્હીલ ચાલક સહિત ત્રણ ઇસમોને, આરોપીઓનાવર્ણન આધારે ગણતરીની કલાકોમાં પકડી પાડી,ઝુંટવી લઇ ગયેલ સોનાના બટન નંગ-૩, કિ.રૂ. ૩૧,૪૮૮/-નો મુદામાલ રીકવરકરતી રાજુલા સર્વેલન્સ ટીમ દ્વારા 3 ઇસમો ને જડપી પાડયા. ગઇ તા.૨૨/૦૪/૨૦૨૨ ના સાંજના આશરે સાતેક વાગ્યેરાઘવભાઇ કાળાભાઇ કાછડ ઉ.વ.૭૦, રહે. વાવેરા, રાજુલા રોડ તા.રાજુલા વાળા પોતાની વાડીએથી ઘરે જવા નીકળીવીજપડીથી રાજુલા રોડ ઉપર ચાલીને જતા હતા ત્યારે એક સફેદ કલરની ફોરવ્હીલ ગાડી તેની પાસે આવી ઉભી રહેલ, જેમાં ડ્રાઇવર તથા તેની બાજુની સીટમાં એક અજાણ્યો માણસ તથા એક અજાણ્યો માણસ પાછળની સીટમાં સુતેલ હતો.

The robber, a senior citizen near Amreli-Vavera, was caught within hours

જેમાંથી ડ્રાઇવરે જમણા કાનની બુટીમાં કડી પહેરેલ હતી તેણે “ ચાલો દાદા હાલીને જવા કરતા મારી ગાડીમાં બેસી જાવ તેમ કહી, સદર
સીનીયર સીટીઝન (ખેડુત)ને પોતાની ફોરવ્હીલમાં બેસાડી, આગળ આવેલ ઇંટોના ભઠ્ઠા આગળ સીનીયર સીટીઝન (ખેડુત)નેફોરવ્હીલમાંથી ઉતારતી વખતે તેમણે ખમીસમાં પહેરેલ સોનાના બટન નંગ-૩ કિ.રૂ. ૩૬,૦૦૦/- ના અચાનક ઝુંટવી (ચીલઝડપ) કરી, ધકકો મારી, ત્રણેય અજાણ્યા માણસો ફોરવ્હીલ લઇ નાસી ગયેલ. જે અંગે રાજુલા પો.સ્ટે.ગુ.ર.નં.૧૧૧૯૩૦૫૦૨૨૦૪૦૯/૨૦૨૨, આઇ.પી.સી. કલમ- ૩૭૯ A (૩),૧૧૪*l મુજબનો ગુનો ગઇ તા.૨૧/૦૫/૨૦૨૨ ના કલાક ૧૯/૦૫ વાગ્યે રાજુલા પોલીસ સ્ટેશનમાં નોંધાયેલ હતો…

Share This Article