Connect with us

બનાસકાંઠા

છત્રાલા ગામથી વિજયનગર સુધીનો રસ્તો છે બિસ્માર

Published

on

ડીસા તાલુકાના છત્રાલા ગામથી ૩ કીલોમીટર, વિજયનગર સુધી કાચો રસ્તો હોવાથી ગ્રામજનો પાકો રસ્તો બનાવવા માંગ કરી રહ્યા છે. પરંતુ તંત્રને લેખિત રજૂઆત તેમજ છત્રાલા પંચાયત દ્વારા ઠરાવ રજૂ કર્યો હોવા છતાં કોઇ જ રસ્તાનો નિકાલ આવ્યો નથી. જેના કારણે વિજયનગર પ્રાથમિક શાળામાં આવતા વિદ્યાર્થીઓ અને શિક્ષકોને વરસાદી પાણી ભરાઇ જતાં ખૂબ તકલીફ પડી રહી છે વધુ પડતા કિચડ તેમજ પાણી ભરાઇ જવાના કારણે વિદ્યાર્થીઓ ગેરહાજર રહે છે. તો બીજી બાજુ પશુપાલકો દૂધ ભરાવવા સવાર-સાંજ ગામમા જતા હોવાથી તેમને પણ ખુબ જ તકલીફ પડી રહી છે. રસ્તા પર પાણી તેમજ કાદવ કીચડ થતો હોવાના કારણે અકસ્માત પણ થઈ શકે તેમ છે. ત્યારે ગ્રામજનો તેમજ છત્રાલા ગામના સરપંચ દ્વારા રસ્તો તાત્કાલિક મંજૂર થાય તે માટે માંગ કરવામાં આવી છે.

Continue Reading
Advertisement
Click to comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

બનાસકાંઠા

ધાનેરાની ઓળખ સમુ મામા બાપજીનું તળાવ સુકાવા લાગ્યું

Published

on

Dhanera's identity Samu Mama Bapji's lake started drying up

ધાનેરાની ઓળખ સમુ મામા બાપજીનું તળાવ પાણી વિના હવે સુકાવા લાગ્યું છે. છેલ્લા બે વર્ષથી ઓછા વરસાદને લઇ તળાવો સુકાઇ જતાં કોરા કટ પડ્યા છે. વન્ય જીવો પણ પાણી માટે રઝળી રહ્યા છે. ત્યારે ધાનેરા શહેરની ઓળખસમા મામા બાપજીના મંદિર આગળ આવેલું પવિત્ર તળાવ પણ સુકાઇ રહ્યું છે.ધાનેરામાં પર્યટન સ્થળ જો કોઇ હોય તો તે માત્ર મામા બાપજીનું મંદિર છે. મંદિરની આગળ આવેલા તળાવમાં ધાર્મિક પ્રસંગોની ઉજવણી થાય છે.

Dhanera's identity Samu Mama Bapji's lake started drying up

 

ગણપતિ વિસર્જન હોય કે દશામાંની મૂર્તિ વિસર્જન કે પછી કાનુડા વિસર્જન સમયે લોકો ભક્તિ ભાવ સાથે મામા બાપજીના તળાવ પર આવતા હોય છે. જો કે હવે જેમ-જેમ દિવસો વિતી રહ્યા છે તેમ તેમ મામા બાપજીના મંદિર આગળ આવેલું તળાવ સુકાઇ રહ્યું છે.તળાવમાં કાચબા સહિતના અન્ય જીવો પાણી વિના મરણ પથારીએ છે. ધાનેરાની સેવા ભાવિ સંસ્થાના આગેવાનો સહિત ધાનેરાના નાગરિકો દ્વારા મામા બાપજીના તળાવને ભરવા માટે આગળ આવે તો પાણીમાં રહેલા જીવોને બચાવી શકાય તેમ છે.

Continue Reading

બનાસકાંઠા

પોલીસકર્મીએ ગળેફાંસો ખાઈને આપઘાત કરી લેતા ચકચાર, આપઘાતનું કારણ અકબંધ

Published

on

Policeman commits suicide by choking himself, cause of suicide intact

મળતી માહિતી પ્રમાણે જિલ્લાના કાંકરેજ તાલુકાના થરા પોલીસ મથકમાં ફરજ બજાવતા અને ચેખલા ગામ (Chekhla village)ના રહેવાસી હેડ કોન્સ્ટેબલ બાબરાજી રાઠોડે  ગળેફાંસો ખાઈને આપઘાત કરી લીધો છે. બાબરાજી રાત્રે ફરજ પર હતા. રાત્રે ફરજ પરથી પરત ફરીને ઘરે પરત ફર્યાં બાદ ગળેફાંસો ખાઈને આપઘાત કર્યો હતો.

Policeman commits suicide by choking himself, cause of suicide intact

ઘટનાની જાણ થતાની સાથે જ પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી. પોલીસે મૃતક પોલીસ કોન્સ્ટેબલના મૃતદેહને પોસ્ટ મોર્ટમ માટે ખસેડ્યો હતો. પ્રાથમિક તપાસમાં હેડ કોન્સ્ટેબલે શા માટે આપઘાત કર્યો છે તેની કોઈ માહિતી જોવા મળી નથી.

Continue Reading

બનાસકાંઠા

યુવતીના મોતનો બદલો લેવા ટોળાએ આખા ગામને લીધું બાનમાં, વીડિયો વાયરલ

Published

on

Crowds take whole village hostage to avenge girl's death, video goes viral

અમીરગઢમાં હિંસક હુમલાનો વીડિયો ઘણો જ વાયરલ થઇ રહ્યો છે. આદિવાસી યુવતીના  આપઘાતનો બદલો લેવા હુમલો કરાયો હોવાનું માનવામાં આવી રહ્યુ છે. અમીરગઢના રબારીયા ગામમાં મંગળવારે ઝાડ ઉપર ફાંસો ખાઈ એક યુવતીએ આપઘાત કરી લીધો હતો. જોકે, પરિવારનો આરોપ છે કે, આ યુવતીને મારી નાંખ્યા બાદ લટકાવી દીધી હતી. આ યુવતીના મોતનો બદલો લેવા માટે આ હિંસક હુમલો કરવામાં આવ્યો હતો. જેમાં લોકોના મકાનમાં તોડફોડ અને આગચંપી પણ કરવામાં આવતા ગામમાં ભારેલા અગ્નિ જેવો માહોલ હતો પરંતુ હાલ ગામમાં શાંતિ છે.આ અંગે મળતી માહિતી પ્રમાણે, ગુરુવારે પરિવારજનો તેના મૃતદેહને રબારીયા ગામે તેના એક શંકાસ્પદ મિત્ર યુવકના ઘર આગળ લઈ ગયા હતા.

Crowds take whole village hostage to avenge girl's death, video goes viral

જ્યાં ઘરમાં તોડફોડ કરી હતી અને આગચંપી કરતાં ભારે નાસભાગ મચી ગઇ હતી. આ સાથે અન્ચ મકાનોમાં પણ નુકસાન કરવામાં આવ્યું હતુ. જે બાદ યુવતીના મૃતદેહની અંતિમ વિધિ કરાઈ હતી.અમીરગઢ સામૂહિક આરોગ્ય કેન્દ્રમાં રખાયેલા તેના મૃતદેહને લઈને પરિવારજનો સહિત મોટી સંખ્યામાં ભેગા થયેલા લોકોનું ટોળું ગુરુવારે ગામ ગરાસીયા પુરા ગયા હતા. જે બાદ ચડોતરૂ કરાયું હતું. જેમણે આખા ગરાસિયાપુરા ગામમાં હિંસક પ્રવૃત્તિઓ કરી હતી. જેના કારણે ગભરાઇને કેટલાક લોકો ગામ છોડીને પણ ભાગી ગયા હતા. ઉશ્કેરાયેલા ટોળાંએ મકાનો સહિત ઘરમાં પડેલા સાધન સામગ્રીની તોડફોડ કરી મોટું નુકસાન કર્યું હતું. તેમજ વાહનો સહિત મકાનોને ટાર્ગેટ બનાવી માલ સમાનને આગ ચાંપવામાં આવી હતી.

 

Continue Reading
Uncategorized16 mins ago

સૂર્યાસ્તનો સુંદર નજારો જોવો હોય તો આ સ્થળોની અવશ્ય મુલાકાત લો

Uncategorized1 hour ago

વોટ્સએપ પર હવે ગાયબ નહીં થાય સ્ટેટસ! 24 કલાક પછી અહીં સાચવવામાં આવશે; નવી સુવિધા જાણો

Uncategorized2 hours ago

દરરોજ લાખો કમાવે છે આ મહિલા, બસ કરે છે આ સરળ કામ, એક કલાકનો ચાર્જ સાંભળીને ચોંકી જશો

Uncategorized3 hours ago

કૃતિ સેનનની વ્હાઇટ પર્લ સાડી લુકથી હટશે નહીં નજર, પાર્ટી માટે છે પરફેક્ટ

Uncategorized4 hours ago

માત્ર એક જ પ્રકારની ઓમલેટ ખાઈને કંટાળી ગયા છો તો બનાવો આ સ્વાદિષ્ટ ટમેટાની ઓમલેટ

Uncategorized6 hours ago

IPLમાં 890 રન અને 3 સદી! છતાં પણ શુબમન ગિલ માટે WTC કેમ મુશ્કેલ બનશે? સ્વયં જાહેર કરી

Uncategorized7 hours ago

Jee Karda Trailer : તમન્ના ભાટિયા પ્રેમને લઈને મૂંઝવણમાં દેખાઈ, પ્રથમ હિન્દી વેબ સિરીઝનું ટ્રેલર થયું રિલીઝ

એન્ટરટેનમેન્ટ7 hours ago

આદિપુરુષની ટીમ દરેક થિયેટરમાં 1 સીટ ભગવાન હનુમાનને સમર્પિત કરશે.

Uncategorized4 weeks ago

સરદારધામ પ્રેરિત એકસ્પો નૂતન ભારતનું નિર્માણ કરશે : વડાપ્રધાનનું સપનું થશે સાકાર

Uncategorized4 weeks ago

યુઝવેન્દ્ર ચહલે રચ્યો ઈતિહાસ, બન્યો IPLનો નંબર 1 બોલર

Uncategorized4 weeks ago

શું શાહરૂખ ખાનની ઈચ્છા પૂરી થશે? શા માટે હવે કોઈની સાથે લડવા નથી માંગતા SRK, ‘જવાન’ની રિલીઝ ડેટ અણધાર્યા

Uncategorized4 weeks ago

સ્કેમરે નોકરીની ઓફર આપી અને પછી અચાનક ખાતામાંથી 96 લાખ રૂપિયા કપાઈ ગયા

Uncategorized4 weeks ago

ચૂકશો નહીં તક ! આ મહિને ટાટા મોટર્સની આ SUV કાર પર બમ્પર ડિસ્કાઉન્ટ

એન્ટરટેનમેન્ટ4 days ago

સલમાન ખાન અને શાહરૂખ ખાનનું સ્થાન કોણ લેશે?

લાઈફ સ્ટાઇલ5 days ago

રસોડામાં છુપાયેલા કોકરોચ તમને બીમાર કરી શકે છે, તેનાથી છુટકારો મેળવવા માટે કરો આ ઉપાયો

Uncategorized4 weeks ago

OMG! 90 રૂપિયામાં મહિલાએ ખરીદ્યું ઘર, પછી કર્યો એવો કમાલ, હવે લોકો 4 કરોડ ચૂકવવા છે તૈયાર

Trending