હાલોલ તાલુકામાં આવેલા તાજપુરા ખાતે શ્રી નારાયણ ધામમાં નારાયણ બાપુના સાનિધ્યમાં દેવદિવાળી ખાતે અન્નકૂટના દર્શન કરવા માટે મોટી સંખ્યામાં ભક્તો ઉમટીયા પડ્યા હતા. શ્રી નારાયણ ધામમાં આવતા દરેક ભક્તોની દરેક માનોકામના પૂર્ણ થાય છે અને દર્શનનો લ્હાવો લેવા માટે ગુજરાતના આજુબાજુના પડોશી રાજ્યના લોકો પણ દર્શન કરવા માટે આવ્યા હતા. શ્રી નારાયણ બાપુના ધામમાં દેવ દિવાળી નિમિતે દરવર્ષની જેમ વહેલી સવારથી ભક્તો દર્શન કરવા માટે આવતા હોય છે અને નારાયણ બાપુની પ્રતિમા સામે શીશ જુકવી આશીર્વાદ લેતા હોય છે. શ્રી નારાયણ ધામ તાજપુરમાં વહેલી સવારે નારાયણ બાપુની આરતી ત્યાર બાદ અન્નકૂટ દર્શન અને હોલમાં પ્રથાના અને ત્યાર બાદ મહા પ્રસાદીનો લ્હાવો ભક્તો લેતા હોય છે અને પોલીસ દ્વારા વેવસ્થા જળવાય રહે તે માટે ચુસ્ત પણે બંધોબસ પણ ગોઠવવામાં આવ્યો હતો.
- Advertisement -
Latest News
- Advertisement -