ભરૂચના પાલેજ રેલવે સ્ટેશન નજીક રેલવે ફાટક બી.૧૯૮ થી એક કિમી ના અંતરે કીમી ૩૫૧/૧૮ થાંભલા નજીક ડાઉન ટ્રેકની બાજુમાં રાત્રે પસાર થતી કોઈ એક્સપ્રેસ ટ્રેનમાંથી અજાણ્યો યુવાન ઉમર વર્ષ આશરે ૨૫, ટ્રેનમાંથી પડી જતાં માંથાનાં ભાગે ગંભીર ઇજાઓનાં પગલે મોત તેનું નિપજ્યું હતું.મૃતક ઇસમ શરીરે માધ્યમ બાંધાનો શ્યામ વર્ણો ઊંચાઈ પાંચ ફૂટ યુવાને ભૂરા રંગની ટીશર્ટ તથા બ્લ્યૂ રંગ નું જીન્સનું પેન્ટ પહેર્યું છે. ભરુચ રેલવે પોલીસને ઘટનાની જાણ થતાં પોલીસ ઘટના સ્થળે પહોંચી કાયદેસરની કાર્યવાહી કરી વાલી વારસોની શોધ ખોળ આરંભી છે.મૃતકનાં વાલી વારસોએ ભરુચ પોલીસનો સંપર્ક કરવાં જણાવાયું હતું .
You Might Also Like
- Advertisement -
Latest News
- Advertisement -