અમેરિકાએ વધારી ચીનની મુશ્કેલી, આ રીતે આપશે ભારતને સાથ

admin
1 Min Read

એશિયામાં વધી રહેલી ચીનની દાદાગીરીને રોકવા માટે અમેરિકા એક મહત્વની રણનીતિ અને સૈન્ય નિર્ણય અંતર્ગત યુરોપમાંથી પોતાની સેના હટાવીને એશિયામાં તૈનાત કરવા જઈ રહ્યું છે.

મળતી માહિતી મુજબ, ભારત અને ચીનની વચ્ચે પૂર્વ લદાખમાં LAC પર ગતિરોધ સતત ચાલુ છે. બંને પક્ષ વાતચીત દ્વારા તેને ઉકેલવાનો પ્રયાસ કરી રહ્યા છે. પરંતુ હજુ સુધી કોઈ ચોક્કસ પરિણામ સામે નથી આવ્યું. આ દરમિયાન અમેરિકા એ ભારત અને ચીનની વચ્ચે ચાલી રહેલા તણાવ પર મોટું નિવેદન આપ્યું છે.

અમેરિકાના વિદેશ મંત્રી માઇક પોમ્પિઓ એ કહ્યું છે કે તેઓ યૂરોપથી પોતાની સેનાને એટલા માટે હટાવી રહ્યા છે કારણ કે ભારત અને કેટલાક દક્ષિણ પૂર્વ એશિયાના દેશો પર ચીનનો ખતરો વધી ગયો છે. પોમ્પિયોના જણાવ્યા મુજબ, ચીનની સત્તાધારી કોમ્યુનિસ્ટ પાર્ટીના પગલા ભારત સામે પડકાર હોવાનું દર્શાવે છે.

તેમણે વધુમાં કહ્યું કે, ચીન વિયેતનામ માટે જોખમી છે તથા મલેશિયા, ઈન્ડોનેશિયા અને દક્ષિણ ચીની સમુદ્રમાં ચીન એક પડકાર છે. આ કારણે તેઓ સુનિશ્ચિત કરવા માંગે છે કે આ પડકારોનો સામનો કરવા માટે અમેરિકી સેના યોગ્યરૂપે તૈનાત રહે. અમેરિકા એ સુનિશ્ચિત કરવા માંગે છે કે અમે ચીનનો યોગ્ય જવાબ આપી શકે.

Share This Article