ઈન્ટરનેશનલ ફ્લાઈટને લઈ સરકારનો મહત્વનો નિર્ણય, આ તારીખ સુધી નહીં થાય શરુ..

admin
1 Min Read

દેશવ્યાપી લોકડાઉનને બાદ લગભગ 62 દિવસ પછી 25 મેથી ડોમેસ્ટિક રૂટ પર ફ્લાઇટ શરુ કરવાની મંજૂરી આપવામાં આવી છે. છેલ્લા 15 દિવસમાં, તમામ કંપનીઓ એર ટ્રાફિક રેગ્યુલેટર DGCAની સૂચનાના આધારે ફ્લાઇટ્સનું સંચાલન કરી રહી છે.

ત્યારે ઈન્ટરનેશનલ ફ્લાઈટ સેવા ક્યારે શરુ થશે તેને લઈ છેલ્લા ઘણા સમયથી ચર્ચા ચાલી રહી હતી. જોકે શુક્રવારે આ અંગે સરકાર દ્વારા મહત્વનો નિર્ણય કરાયો છે. સરકારના નિર્ણય પ્રમાણે 15 જુલાઈ સુધી ભારત માટે ઈન્ટરનેશનલ ફ્લાઈટ સેવા પર રોક યથાવત રહેશે.

જો કે, આ દરમિયાન ડોમેસ્ટિક સુવિધા ચાલુ રહેશે. આ આદેશ માત્ર કાર્ગો વિમાન અને  DGCA પર એપ્રૂવ્ડ સ્પેશિયલ વિમાન પર લાગુ થશે નહીં. કોરોનાને કારણે 25 માર્ચે લૉકડાઉનનો અમલ દેશભરમાં કરવામાં આવ્યો હતો.

તે પહેલાંથી જ 23 માર્ચથી આંતરરાષ્ટ્રીય ફ્લાઇટ્સ પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો. પહેલાં તે 29 માર્ચ સુધી એક અઠવાડિયા માટે હતું, ત્યારબાદ લૉકડાઉન સાથે વધારવામાં આવ્યું હતું. આ પહેલા રેલવેએ 25 જૂનના જણાવ્યું હતું કે, 12 ઓગસ્ટ સુધી ટ્રેનનું નિયમિત રીતે સંચાલન નહીં થાય. આ દરમિયાન માત્ર સ્પેશિયલ ટ્રેન જ ચાલશે.

Share This Article