બનાસકાંઠા: લુદરા પાસે ગાડીને અકસ્માત નડ્યો

Subham Bhatt
1 Min Read

દિયોદર તાલુકા ના લુદરા પાસે આજે એક પ્રાઇવેટ ગાડીને અકસ્માત નડતા ચાલકનો  આબાદ બચાવ થયો હતો. જેમાં ગાડી ને ભારે નુકશાન આવ્યું હતું.ભાભર આઈ સી આઈ બેંકમાં કર્મચારી તરીકે ફરજ બજાવતા યુવાન દિયોદરથી ભાભર તરફ જઈ રહ્યા હત.

The vehicle had an accident near Ludra

જેમાં કાળઝાળ ગરમી ના કારણે ચાલક ને ચક્કર આવતા ગાડીના સ્ટેરીંગ પરથી કાબુ ગુમાવતા ગાડી પલટી ખાઈ ગઈ હતી જેમાં કર્મચારી નો આબાદ બચાવ થવા પામ્યો હતો. આ બનાવના પગલે રાહદારીઓ તેમજ આજુબાજુના લોકોના ટોળેટોળા દોડી આવ્યા હતા. મહત્વનું છે કે આ અકસ્માતના સદનસીબે મોટી જાનહાની થતાં ટળી હતી.

Share This Article