Connect with us

પંચમહાલ

પંચમહાલના શહેરા બસ સ્ટેશનનો બનાવ, પતિ સાથે આડા સંબંધ મામલે મહિલાએ ચખાડ્યો મેથીપાક

Published

on

માણસ તેની જિંદગીમાં ઘણીવાર ખરાબ નજરનો ભોગ તો બન્યો હોય છે. અથવા તો ક્યારેક ખરાબ નજર લાગી એવુ તો સાંભળ્યુ જ હશે. કોઈને તબિયત, ધંધા, કરીયર અને પૈસામાં ખાબ નજર લાગી જાય છે. સાથે જ હસતા-રમતા સંબંધોને અને લગ્ન જીવનને પણ કોઈની નજર લાગી જતી હોય છે.  જેના કારણે લગ્નજીવન ઘણી વખત બરબાદ પણ થઈ જતુ હોય છે.  ત્યારે આવુ જ કંઈક પંચમહાલના શહેરામાં સામે આવ્યુ છે. જ્યાં એક મહિલાએ પરણિત પુરુષ સાથે આડા સંબંધ બાંધતા મહિલાએ મેથીપાક ચાખવો પડ્યો હતો. મળતી માહિતી મુજબ, પંચમહાલ જિલ્લાના શહેરા બસ સ્ટેશનમાં જાહેરમાં મહિલાએ પોતાના પતિ સાથે પ્રેમ સંબંધ રાખવા મામલે એક મહિલાને ઢોર માર માર્યો હતો. બસ સ્ટેશનમાં બેઠેલી મહિલા પર અચાનક એક મહિલા આવીને તૂટી પડી હતી અને મારા પતિ સાથે આડા સંબંધ રાખુ છું તેમ કહી ઝઘડો કરીને બરાબરનો મેથીપાક ચખાડ્યો હતો. આ બનાવના પગલે બસ સ્ટેન્ડ પર રહેલ અન્ય મુસાફરો પણ એકઠા થઈ ગયા હતા અને મહિલાએ આખુ બસ સ્ટેન્ડ માથે લીધુ હોય તેવો માહોલ સર્જાયો હતો. આ સમગ્ર ઘટનાનો વીડિયો કોઈ મુસાફરે પોતાના કેમેરામાં કેદ કરી વાયરલ કરતા સમગ્ર ઘટના ટોક ઓફ ધ ટાઉન બની છે.

Continue Reading
Advertisement
Click to comment

Leave a Reply

Your email address will not be published.

પંચમહાલ

હાલોલમાં સુરક્ષા અને વ્યવસ્થાને લઈ સ્થાનિક પોલીસ સાથે CISFના જવાનોની ફ્લેગ માર્ચ

Published

on

By

વિધાનસભાની ચૂંટણીના કાઉન્ટડાઉન્ટ વચ્ચે સુરક્ષા અને વ્યવસ્થામાં ચાંપતા બંદોબસ્ત માટે હાલોલ શહેરમાં જિલ્લા પોલીસ અને સીઆઈએસએફના જવાનોની ટુકડીએ ફ્લેગમાર્ચ યોજી હતી. હારબંધ શહેરમાં નીકળેલી પોલીસ રેલીએ શહેરના વિવિધ વિસ્તારોનો પરિચય પણ મેળવ્યો હતો.

સ્થાનિક પોલીસ સાથે સ્પેશ્યલ પોલીસની ટીમની ફ્લેગમાર્ચ
હાલોલ વિધાનસભા મતવિસ્તારમાં હાલોલ શહેરમાં આજે સ્થાનિક પોલીસ સાથે સીઆઈએસેફના જવાનોએ શહેરમાં નીકળી શહેરના વિવિધ વિસ્તરોમાં ફર્યા હતા. ચૂંટણી નજીક આવી રહી છે, ત્યારે સઘન સુરક્ષા અને વ્યવસ્થાને લઈ સમગ્ર જિલ્લાનું પોલીસ તંત્ર સજ્જ બન્યું છે. આજે હાલોલમાં ફ્લેગમાર્ચ યોજી પોલીસે ચૂંટણી માટેની તૈયારીઓ કરી દીધી હોવાનો સંદેશ આપ્યો હતો. હાલોલ શહેરના બસસ્ટેન્ડ ચોકીથી કંજરી માર્ગ અને શહેરની અંદરના વિસ્તારોમાં સ્થાનિક પોલીસ સાથે સ્પેશ્યલ પોલીસની ટીમ ફરી હતી.

શહેરીજનોએ પોલીસની કામગીરીને નિહાળી
લસ્કરના પોશાકમાં સજ્જ હથિયારબંધ પોલીસની ટુકડી શહેરમાં ફરતા શહેરીજનોએ પોલીસની કામગીરીને નિહાળી હતી. આવનારી ચૂંટણીમાં દરેક વિધાનસભા બેઠકો ઉપર આવેલા સંવેદનશીલ બુથ ઉપર વિશેષ સુરક્ષા-વ્યવસ્થા ઉભી કરવામાં આવતી હોય છે. ચૂંટણી કમિશનના આદેશ મુજબ આવા બુઠો ઉપર સેન્ટ્રલ પોલીસની સુરક્ષા ગોઠવાવમાં આવતી હોય છે. એ સિવાય અન્ય રાજ્યોની પોલીસની સેવાઓ પણ લેવામાં આવતી હોય છે.

Continue Reading

પંચમહાલ

ગોધરામાં ચૂંટણી બહિષ્કારના બેનરો લાગ્યા: રજૂઆતને 4 વર્ષ જેટલો સમય, છતા કોઈ પરિણામ નહીં

Published

on

By

ગોધરા શહેરના ચિખોદ્રા ગામ પાસે અમન પાર્ક વિસ્તારમાં વિસ્થાપિત કોલોની આવેલી છે. જેમાં 300 કરતાં પણ વધારે 2002ના અસરગ્રસ્ત લોકો વસવાટ કરે છે. જેઓએ વારંવાર વહીવટી તંત્રમાં રજૂઆત કરવા છતાં પણ તેવોના વિસ્તારમાં રોડ અને ગટરલાઈનની વ્યવસ્થા બરાબર નથી તે માટે અહીં રહેતા વિસ્થાપિત કોલોનીના રહીશો દ્વારા ઉચ્ચકક્ષા સુધી રજૂઆત કરવામાં આવી હતી. પરંતુ આજદિન સુધી તેઓની કામગીરી કરવામાં ન આવતા આજરોજ અમન પાર્ક વિસ્તારમાં રહેતા 300 કરતાં વધારે વિસ્થાપિત લોકોએ આવનાર વિધાનસભાની ચૂંટણીના બહિષ્કારના બેનરો લગાવી વિરાધ દર્શાવ્યો છે. સ્પષ્ટ કહેવામાં આવ્યું કે રોડ ગટરની વ્યવસ્થા નહીં તો વિસ્થાપિતના મત નહીં તેવા બેનરો લગાવી દેવામાં આવ્યા હતા.

બેનરો લગાવી દેવામાં આવતા રાજકારણ ગરમાયું
ગોધરા વિધાનસભામાં આવેલા ચિખોદ્રા ગામમાં 2002ના અસરગ્રસ્ત લોકોની વિસ્થાપિત કોલોની આવેલી છે. જેમાં 36 મકાનોમાં 300 કરતા વધુ વિસ્થાપિત લોકો વસવાટ કરે છે. જેમાં રોડ અને ગટર લાઈન બાબતે માર્ચ 2018માં ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી, વિરોધ પક્ષના નેતા, પંચમહાલ જિલ્લાના વિકાસ અધિકારી, અગ્રસચિવ અને પંચાયત ગ્રામ ગૃહ નિર્માણ સચિવાલય ગાંધીનગરને ગટર લાઈન બાબતે રજૂઆત કરવામાં આવી હતી. પરંતુ એ બાબતને આજે 4 વર્ષ જેટલો સમય થઈ ગયો છે. તેમ છતાં કોઈ પણ પ્રકારનો નિકાલ કરવામાં આવ્યો નથી. રોડ ઉપરના ગંદા પાણીનો નિકાલ ન થવાથી વિસ્થાપિત રહીશોને ખૂબ જ મુશ્કેલી વેઠવી પડે છે. જેના લીધે આજરોજ અમન પાર્કના રહીશો દ્વારા તેઓની ભૌતિક સુવિધા પૂરી પાડવામાં નહીં આવતા પોતાના વિસ્તારમાં ચૂંટણી બહિષ્કારના બેનરો લગાવી વિરોધ કરવામાં આવી રહ્યો છે. જેમાં ‘રોડ ગટરની વ્યવસ્થા નહીં તો વિસ્થાપિતોના મત નહીં’ તેવા બેનરો લગાવી દેવામાં આવતા રાજકારણ ગરમાયું હતું.

Continue Reading

પંચમહાલ

મતદાન:100 વર્ષથી વધુ ઉંમરના મતદારો ઘરેથી મત આપશે

Published

on

By

પંચમહાલની 5 વિધાનસભા બેઠક પરની નવી મતદાર યાદીમાં 5 બેઠક પર 1.39 લાખ નવા મતદારો ઉમેરાયા છે. જેમાં 35880 યુવા મતદારો પ્રથમવાર મતદાન કરશે. ત્યારે અેવા પણ મતદારો છે જેઅોઅે અનેકવાર મતદાર કરીને સરકારો બનાવી છે. અેવા 100 વર્ષથી ૈઉપરના જિલ્લામાં 237 મતદારો અા વખતે પણ મતદાન કરીને લોકશાહીનો પર્વની ઉજવણી કરશે. સાૈથી વધુ સદી વટાવી ચુકેલા 65 મતદારો મોરવા(હ) બેઠકમાં છે.

જયારે સાેથી અોછા 100 વર્ષથી ઉપરના ગોધરા બેઠક પર 31 મતદારો છે.ચુંટણી પંચ દ્વારા વધુ મતદાન થાય તે અાશયથી ચુંટણીમાં જોડાયેલા અધિકારીઅો જિલ્લાના 80 વર્ષ કરતા વધુ ઉમરના મતદારો ધરે મતદાન કરવાની ઇચ્છા કરે તો પંચ દ્વારા તેઅોને ધરેથી મતદાન કરે વ્યવસ્થા ઉભી કરવામાં અાવી છે. જિલ્લામાં 80 વર્ષથી વધુ ઉંમરના 19869 મતદારોના ધરે જઇ ધરે મતદાન કરવા ઇચ્છા ધરાવતાં 16743 મતદારને ફોર્મ વિતરણ કર્યું હતું.

જેમાંથી 632 મતદારોઅે ધરેથી મતદાન કરવાની સંમતિ અાપી છે. 80 વર્ષ કરતા વધુ ઉંમરના 632 મતદારોને ધરે ચુંટણી અધીકારી જઇને મતદાન કરાવવામાં અાવી રહ્યુ છે. જેમા હાલોલ બેઠકથી શુક્રવારે ધરેથી મતદાન પ્રક્રીયા શરૂ કરવામા અાવી છે.

બેઠક દીઠ 80 વર્ષથી ઉપરની ઉમંરના મતદારો ધરે બેસીને મતદાન કરશે ત્યારે ચુંટણી અધીકારી વિડીયોગ્રાફી કરીને મતદાન કરાવશે. જિલ્લામાં બેઠક વાર મતદાન યોજાશે અને બેલેટ પેપરથી મતદાન કરીને બેલેટ પેપરને મતપેટીમાં સીંલ કરીને મતગણતરી વખતે તે મતોની ગણતરી કરવામાં અાવશે.

હાલમાં રાજયની વિધાનસભાની સામાન્ય ચૂંટણી બે તબક્કામાં યોજાવાની છે. તયારે રાજયના તમામ જિલ્લાઓમાં વૃદ્ધ મતદારો પોતાના મતનો અધિકાર મળે તે માટે રાજય સરકાર દ્વારા ઘરબેઠા મતદાન કરાવાય છે.

ચૂંટણીમાં જિલ્લામાં કુલ 721 જેટલાં મતદારો ઘરેથી મતદાન કરશે
જિલ્લાની 5 બેઠકોમાં શહેરા બેઠક પર 38, મોરવા(હ) બેઠક પર 65, ગોધરા બેઠક પર 31, કાલોલ બેઠક પર 43 તથા હાલોલ બેઠક પર 60 શતાયુ મતદારો નોધાયેલા છે. જિલ્લામાં ધરેથી મતદાન કરનાર 80 વર્ષથી ઉપરના 632 મતદારો અને 89 દિવ્યાંગ મતદારો મળી કુલ 721 મતદારો ધરેથી મતદાન કરશે. અા મતદાનની તમામ પ્રક્રિયાની વીડીયોગ્રાફી કરવામાં અાવશે. જિલ્લામાં અાવશ્યક સેવામાં ફરજ બજાવતા 10 કર્મીઅો પણ ધરેથી મતદાન કરવાની ઇચ્છા બતાવતાં તેઅો પણ ધરેથી મતદાન કરશે.

જિલ્લામાં અાજે તા. 26 નવેમ્બરે પોલીસકર્મીઅો મતદાન કરશે
જિલ્લામાં તા. 26 નવેમ્બરના રોજ 873 પોલીસ કર્મીઅો બેલેટ પેપરથી મતદાન કરશે. જેમાં શહેરાના 276, મોરવા(હ)ના 144, ગોધરાના 309, કાલોલના 53 અને હાલોલના 91 પીઅાઇ,પીઅેસઅાઇ, કોન્સ્ટેબલ, હેડ કોન્સ્ટેબલ, હોમગાર્ડ સહીતના પોલીસ કર્મીઅો તેઅોની ફરજની કચેરી ખાતે બેલેટ પેપરથી મતદાન કરશે.

Continue Reading
નર્મદા22 hours ago

દેશના ગૃહમંત્રી બાદ હવે રાજયના ગૃહમંત્રીની સભા

નર્મદા22 hours ago

નાંદોદના ખેડૂતોના પાક નુકસાની વળતર મુદ્દે સરકાર વિરુદ્ધ દેખાવો; ભરોસાની ભાજપ સરકારને જાકારો આપવાની ચીમકી

નર્મદા22 hours ago

ચૂંટણીની તાલીમમાંથી પરત ફરેલા શિક્ષકનું એટેકથી મોત

પંચમહાલ22 hours ago

હાલોલમાં સુરક્ષા અને વ્યવસ્થાને લઈ સ્થાનિક પોલીસ સાથે CISFના જવાનોની ફ્લેગ માર્ચ

પંચમહાલ22 hours ago

ગોધરામાં ચૂંટણી બહિષ્કારના બેનરો લાગ્યા: રજૂઆતને 4 વર્ષ જેટલો સમય, છતા કોઈ પરિણામ નહીં

પંચમહાલ22 hours ago

મતદાન:100 વર્ષથી વધુ ઉંમરના મતદારો ઘરેથી મત આપશે

આણંદ22 hours ago

આણંદ જિલ્લાના 250 કરતા વધારે ગામડાઓના જાહેર નોટિસ બોર્ડ પર મતદાનની અપીલ કરવામાં આવી

આણંદ22 hours ago

EVM લઇ જતા વાહનો પર પ્રથમ વખત જીપીએસ સિસ્ટમ લગાવાશે

ગુજરાત4 weeks ago

બોમ્બે હાઈકોર્ટે: OSA હેઠળ પોલીસ સ્ટેશન પ્રતિબંધિત સ્થળ નથી, પરિસરમાં વિડિયો રેકોર્ડિંગ ગુનો નથી

ગુજરાત4 weeks ago

પ્રતિક ગાંધી અને દીક્ષા જોશી પર ફિલ્માવાયેલ રોમેન્ટિક ટ્રેક ‘ચોરી લઉ’ થકી પ્રેક્ષકોને આકર્ષિત કર્યા બાદ, ‘વ્હાલમ જાઓ ને’નું આગામી ગીત – ‘મુરતીયો મૂડમાં નથી’ હવે રીલિઝ થઇ ચૂક્યુ છે.

નેશનલ4 weeks ago

હવે એ ફોર એપલને બદલે અર્જુન અને બી ફોર બલરામ, નવા મૂળાક્ષરોની સોશિયલ મીડિયા પર પ્રશંસા થઈ રહી છે

Indian tech CEO offers jobs to thousands of employees fired by Twitter, Meta, Spotify! Said: 'Come back home'
ઇન્ડિયા2 weeks ago

ભારતીય ટેક સીઇઓ ટ્વિટર, મેટા, સ્પોટાઇફ દ્વારા કાઢી મૂકવામાં આવેલા હજારો કર્મચારીઓને નોકરીની ઓફર કરી! કહ્યું: ‘ઘરે પાછા આવો’

વર્લ્ડ2 weeks ago

Global Carbon Budget 2022: વિશ્વનો વિનાશ ફક્ત 9 વર્ષ દૂર છે! વૈજ્ઞાનિકોના રિપોર્ટ અનુસાર

ગુજરાત3 weeks ago

ક્રેડિટ કાર્ડ પર આધારિત કોમેડી ફિલ્મ ‘ભગવાન બચાવે’નું ફર્સ્ટ લૂક પોસ્ટર રીલિઝ કરાયું

Gujarat Assembly Elections 20223 weeks ago

Gujrat Election 2022: ગુજરાત વિધાનસભાની ચૂંટણી જાહેર, આ મતદાતા ઘરેથી કરી શકશે વોટિંગ

આણંદ1 week ago

આણંદમાં ત્રણ બેઠક પર ઉમેદવાર રિપિટ, ત્રણ નવા ચહેરાને તક અપાઇ

Trending