300થી વધુ ઉંદરો સાથે વાનમાં રહેતી હતી મહિલા

admin
1 Min Read

અમેરિકાના કેલિફોર્નિયાના સેન ડિએગો શહેરમાં એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. જ્યાં એક મહિલા 300થી વધારે ઉંદર સાથે પોતાની વાનમાં રહેતી હતી.  જોકે હવે આ ઉંદરોને નવું ઘર મળી ગયું છે. હાત જ્યારે વધારે ખરાબ થઇ ત્યારે આ મહિલાએ બધા ઉંદરોને પોતાની પાસે ન રાખવાનો નિર્ણય કર્યો હતો. આ મહિલાને પોતાનું કોઇ ઘર નથી જેથી તે વાનમાં રહેતી હતી. કાર્લા નામની મહિલા શરુઆતમાં બે ઉંદરો સાથે રહી હતી. મહિલા કંટાળો દૂર કરવા અને એકલતા દૂર કરવા માટે મહિલાએ બે ઉંદરો રાખ્યા હતા. આ બંને ઉંદરના નામ જેકબ અને રિચેલ રાખ્યું હતું. જોકે ત્યારબાદ આ ઉંદરોની સંખ્યા વધતા વધતા 300થી વધુ થઈ ગઈ હતી.  ઉંદરોએ વાનની સીટોને ખરાબ રીતે કોતરી ખાધી હતી. તેમજ આસપાસ રહેતા લોકો અને ત્યાંથી પસાર થતા લોકો ઉંદરોના અવાજ અને ત્રાસથી પરેશાન થઈ ગયા હતા. સેન ડિયાગો યૂનિયન ટ્રીબ્યૂનના એક રિપોર્ટ પ્રમાણે સ્થિતિ વધુ બેકાબૂ થતા મહિલાએ જાતે ઉંદરોનો ત્યાગ કરવાનો વિચાર્યું હતું અને મદદ માટે અપીલ કરી હતી.

Share This Article