અંતિમ સંસ્કાર બાદ જીવીત મળી મહિલા, પરિવારના સભ્યો પણ ચોંકી ઉઠ્યા

admin
2 Min Read

કોરોના વાયરસના કહેરનો સામનો કરી રહેલ એક્વાડોરમાં એક હેરાન કરી દે તેવી ઘટના સામે આવી છે. અહીં એક મહિલાએ બહેનના મૃતદેહનો અંતિમ સંસ્કાર કર્યો હતો. જોકે,એ સમયે તે ચોંકી ઉઠી જ્યારે તેને પોતાની બહેન જીવતી હોવાની વાત ખબર પડી.

મળતી માહિતી મુજબ, આ બનાવ એક્વાડોરના ગુઆયાક્વિલ શહેરનો છે. જ્યાં 74 વર્ષીય આલ્બા મારુરીને 27 માર્ચે વધારે તાવ અને શ્વાસ લેવામાં તકલીફની ફરીયાદ બાદ એબલ ગિલ્બર્ટ પોનટોન હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી. એક અગ્રણી સમાચાર વેબસાઈટના જણાવ્યા મુજબ, થોડા દિવસો પછી અલ્બાનીની બહેન ઓરા મારુરીને હોસ્પિટલનો ફોન આવ્યો. તેમને હોસ્પિટલ સ્ટાફ દ્વારા કહેવામાં આવ્યું હતું કે તેની બહેન આલ્બા મરી ગઈ છે અને તમે તેનો મૃતદેહ લઈ જાઓ.

અલ્બા મારુરી કોરોના શંકાસ્પદ હોવાથી હોસ્પિટલના કર્મચારીઓએ તેના પરિવારને શરીરથી અંતર રાખવા સૂચના આપી હતી નહીં તો આખું કુટુંબ કોરોનાની ઝપેટમાં આવી જશે. જેથી આલ્બાના પરિવારજનોએ હોસ્પિટલના સ્ટાફની વાત માની અને કાળજીપૂર્વક મૃતદેહનો અંતિમ સંસ્કાર કર્યો.

.જોકે, સૌથી મોટી ચોંકાવનારી વાત એ હતી કે થોડા સમય બાદ ઓરાને હોસ્પિટલમાંથી ફોન આવ્યો. તેમને કહેવામાં આવ્યું કે, આલ્બા મારુરી તેમની સાથે વાત કરવા માંગે છે. પહેલા તો તેમને લાગ્યું કે કોઈ તેમની સાથે મજાક કરી રહ્યુ છે. પહેલા તેણીએ વાત પર વિશ્વાસ ન કર્યો. પછી જ્યારે આલ્બાના જીવીત હોવાના સમાચાર મળ્યા ત્યારે તે ચોંકી ગઈ..

ટેલિફોનિક વાતચીતના કલાકો બાદ એક એમ્બુલન્સ ઓરા મારુરીના ઘરે આવી, એમ્બુલન્સમાં ડોક્ટરની સાથે હોસ્પિટલ સ્ટાફ તો હતો જ પરંતુ આલ્બા પણ હાજર હતી. હોસ્પિટલના ડોકટર અને સ્ટાફે આલ્બાના પરિવારની માફી માંગી અને કહ્યું કે ગેરસમજને લીધે તેણે આલ્બાના પરિવારને બીજા કોઈનો મૃતદેહ આપ્યો હતો.

તો ઓરાનું કહેવું છે કે આ ઘટના પછી તેને ઉંઘ આવી નથી. તેઓ નથી જાણતા કે તેઓએ કોના મૃતદેહનો અંતિમ સંસ્કાર કર્યો. હાડકાં પણ ઘરમાં રાખવામાં આવ્યાં છે.. બીજી તરફ, એબલ ગિલબર્ટ પોન્ટન હોસ્પિટલે તેની બેદરકારી માટે હજી સુધી કોઈ સ્પષ્ટતા આપી નથી..

Share This Article