ધાનેરામાં દુકાનો તો ખુલ્લી પણ નથી આવતા ગ્રાહકો

admin
1 Min Read

ધાનેરામાં મોબાઈલ ઈલેક્ટ્રીક તેમજ પાઠ્યપુસ્તકની દુકાનોના વેપારીએ સરકારની સુચના મુજબ દુકાનો ખોલી શકાશે. મહત્વનુ છે કે, તંત્ર દ્વારા હવે ધીરે ધીરે લોકડાઉંનને હળવું કરવામાં આવી રહ્યું છે. ત્યારે આજે ફરીથી કેટલાક વેપાર-ધંધા માટે તંત્ર દ્વારા છૂટ આપવામાં આવી છે.  વાત કરવામાં આવે તો ધાનેરામાં ઈલેક્ટ્રીક પાઠ્યપુસ્તક તેમજ મોબાઈલ રિચાર્જની દુકાનો ખુલવા માટે તંત્ર દ્વારા સૂચના આપવામાં આવી છે.  

જે વેપારીઓ વ્યવસાય વેરો તેમજ ગુમાસ્તાધારાનું લાયસન્સ ધરાવે છે.  તેવા લોકો સવારે આઠ વાગ્યાથી બાર વાગ્યા સુધી દુકાન ખોલી શકશે.  તેવી તંત્ર દ્વારા જાહેરાત કરતા ધાનેરા મોબાઈલ ઈલેક્ટ્રીક તેમજ પાઠ્યપુસ્તકોની દુકાન ખુલ્લી જોવા મળી હતી.  બીજી તરફ મીડિયા સાથેની વાતચીતમાં વેપારીઓએ જણાવ્યું હતું કે, સરકારની સુચના મુજબ વહેલી સવારથી દુકાન ખોલી છે.  પરંતુ કોરોના વાયરસના ડરે લોકો બજારમાં આવતા ડરે છે અને હજુ સુધી દુકાનમાં કોઈ પણ વ્યક્તિ ખરીદી કરવા માટે આવ્યું નથી.

 

Share This Article