માટલાં બનાવનારનો ધંધો ઠપ, સરકાર સમક્ષ મદદ કરવા કરી માંગ

admin
1 Min Read

લોકડાઉન જાહેર થતાં વડોદરા શહેરમાં માટલાં બનાવવા અને વેચનારાઓનો ધંધો ઠપ થઈ ગયો છે. ત્યારે આ ઉદ્યોગને બેઠો કરવા માટે સવલત મળે તેવી માંગ કરાઈ છે. મહત્વનુ છે કે, શહેરના શિયાબાગ કુંભારવાડામાં રહેતા કનુભાઈ પ્રજાપતિ પોતાના બાપદાદાના સમયથી ચાલતા આવતા કૌટુંબિક વ્યવસાય સાથે સંકળાયેલ છે.

તેમના જણાવ્યા મુજબ ચૈત્રી નવરાત્રિએ માતાજીની ગરબી સહિતની શ્રદ્ધાળુઓ ખરીદી કરતા હોય છે, જેથી અગાઉથી માલ સંગ્રહ કર્યો હતો. જોકે, કોરોનાની મહામારી આવી અને માતાજીની ગરબી લેનાર લોકો આવ્યા જ નહીં. બીજી તરફ જે કુંભારો છે તેઓએ પોતાના ત્યાં માટલાં બનાવી તૈયાર રાખ્યાં છે પણ લોંકડાઉનને કારણે તે માલ લાવી શકતા નથી. જેથી માટલાં બનાવનાર કારીગરોને પૈસા મળતા નથી. તેઓ પણ મુશ્કેલીમાં મુકાયા છે. ઉનાળામાં પહેલાથી જ ફ્રીજના કારણે લોકો માટલાંની ખરીદી ઓછી કરતા હતા. હવે કોરોનાનું સંકટ સામે આવ્યું છે ત્યારે માટી કારીગરોના ત્યાં તૈયાર માટલાંને તેઓ લાવી શકે તેમ નથી.

 

Share This Article