વડોદરામાંથી 431 લોકોને બસ મારફતે મધ્યપ્રદેશ મોકલવામાં આવ્યા

admin
1 Min Read

લોકડાઉન દરમિયાન વડોદરામાં ફસાયેલા 431 લોકોને 16 બસ મારફતે મધ્યપ્રદેશ મોકલવામાં આવ્યા હતા. મહત્વનુ છે કે, વડોદરામાં ફસાયેલા પરપ્રાંતિયોને તેમના વતન મોકલવાનુ શનિવારથી શરૂ કરાયુ હતું. 431 લોકોને તેમના માદરે વતન મધ્ય પ્રદેશ રવાના કરાયા  હતા. 16 બસોની મદદથી તેમને દાહોદ આગળ મધ્ય પ્રદેશની બોર્ડર સુધી લઈ જવાયા હતાં. એટલુ જ નહીં, સોમવારે 100 લોકોને રાજસ્થાન અને 500 લોકોને તેમના વતન ઉત્તર પ્રદેશ મોકલવાની વિચારણા ચાલી રહી છે.  અમદાવાદ તરફથી તેમજ સુરત,  અંકલેશ્વર, ભરૂચ તરફથી આવેલા પરપ્રાંતિયો ગોલ્ડન ચોકડીએ ભેગાં થયા હતા.

ત્યાંથી તે તમામને પોલીસે અલગ અલગ જગ્યાઓ પર રાખ્યા હતા. લોક ડાઉન દરમિયાન મોટા પ્રમાણમાં પરપ્રાંતિયો ફસાઈ ગયા હતા. આખરે તેમને તેમના વતન રવાના કરવાની શરૂઆત કરાઈ હતી.  શહેરના વિવિધ 19 વિસ્તારોમાંથી 431 જેટલા મધ્ય પ્રદેશના વતનીઓ એવા પરપ્રાંતિયોને જુદી જુદી 16 બસોમાં બેસાડીને મધ્ય પ્રદેશ મોકલવાનું શરૂ કરાયુ હતુ. શનિવારે મોડી સાંજથી બસો ઉપડી હતી. જે દાહોદ આગળ મધ્ય પ્રદેશની બોર્ડર પર તમામને ઉતારવા ગઈ હતી.

 

Share This Article