લોકડાઉનમાં મજુરોની અવર-જવર મુદ્દે સુપ્રીમે કેન્દ્ર સરકારને શું કહ્યું?

admin
1 Min Read

કોરોના વાયરસના કારણે દેશભરમાં લાગુ લોકડાઉન વચ્ચે પ્રવાસી મજુરોની અવર જવરનો મામલો સુપ્રીમ કોર્ટમાં પહોંચ્યો છે. આ મામલે સુપ્રીમ કોર્ટે એક જાહેરહિતની અરજી પર સુનાવણી કરી હતી. કોરોના વાયરસના કારણે સમગ્ર દેશમાં લોકડાઉન કરવામાં આવ્યું છે જેના કારણે મજૂરો જે તે રાજ્યોમાંથી પોતાના રાજ્યોમાં જઈ રહ્યા છે. આ મામલે જાહેરહિતની અરજી પર સુનાવણી કરતા કેન્દ્ર સરકારને ફટકાર લગાવી હતી.

જેમાં કેન્દ્ર સરકારને આ મામલાની તપાસ કરવા અને બે રાજ્યોના વચ્ચેના મજૂરોની અવર જવર પર પગલા ભરવા આદેશ આપ્યો છે. સુનાવણી દરમિયાન સુપ્રીમ કોર્ટે પ્રશ્ન કર્યો કે, આ જાણકારીને કેવી રીતે અમલમાં લેશો કે મજુરોની આવન જાવન પર પ્રતિબંધ મુકવામાં આવે.

આ અંગે અરજદારે સુપ્રીમને જણાવ્યું કે, લોકોને તેમના મૂળ વતનમાં પાછા મોકલીશું.  જોકે ગૃહ મંત્રાલયે કોઈપણ પ્રકારની આવન જાવન માટે પરવાનગી નથી આપી. આ મામલે સોલિસિટર જનરલ તુષાર મહેતાએ સુપ્રીમ કોર્ટમાં જણાવ્યું કે, ગૃહ મંત્રાલયે મજુરોને લઈને દિશા નિર્દેશ જાહેર કર્યા છે.

મહત્વનું છે કે, હાલમાં મંત્રાલય દ્વારા મજુરોની અવરજવર માટે સ્ટાન્ડર્ડ ઓપરેટિંગ સિસ્ટમ જાહેર કરવામાં આવી છે, જેમાં મજુરોને કોઈપણ રાજ્યમાં જવાની પરવાનગી નથી.

Share This Article