દુનિયાનો સૌથી મોંઘો કરચલો જાપાનમાં

admin
1 Min Read

જાપાનમાં હાલમાં જ દુનિયાના સૌથી મોટા કરચલાની હરાજી કરવામાં આવી હતી. જેની કિંમત અંદાજે 46 હજાર ડોલર રાખવામાં આવી હતી. ઉલ્લેખનીય છે કે, જાપાનના પશ્ચિમ ટોટોરી વિસ્તારમાં બરફમાં રહેતા કરચલાની હરાજી 32 લાખ 66 હજાર રૂપિયામાં કરવામાં આવી હતી. આ કરચલો અત્યાર સુધીનો દુનિયાનો સૌથી મોંઘો કરચલો હોવાનું અનુમાન કરવામાં આવી રહ્યું છે. મહત્વનું છે કે, જાપાનમાં દર વર્ષે લોકો ઠંડીની સીઝનમાં સી ફૂડની પ્રથમ હરાજીની રાહ જોવે છે. આ હરાજીમાં કરચલા તેમજ માછલીઓ પણ સામેલ કરવામાં આવે છે. મળતી માહિતી અનુસાર, ગત વર્ષે કરચલાની 13 લાખ રૂપિયા સુધીની બોલી લાગી હતી, જેણે ગિનિસ વર્લ્ડ રેકોર્ડ પોતાને નામ કર્યો હતો. પરંતુ આ વખતની હરાજી કિંમતે તે રેકોર્ડ પણ તોડી દીધો અને 1.2 કિલોગ્રામ અને 14.6 સેન્ટિમીટર લાંબો આ કરચલો દુનિયાનો સૌથી મોંઘો કરચલો બની ગયો. મળતી માહિતી અનુસાર, આ કરચલાને જાપાનની એક મોંઘી રેસ્ટોરાંને આપવામાં આવશે. મોટા ભાગે આ પ્રકારના કરચલા એટલાન્ટિક મહાસાગરમાં વધારે જોવા મળે છે.

 

Share This Article