સુરેન્દ્રનગરમાં કમોસમી વરસાદ

admin
2 Min Read

ચાલુ વર્ષે સમગ્ર રાજ્ય માટે ચોમાસુ સારું રહ્યું હતું. અને ખેડૂતોને પણ છેલ્લા 6-7  વર્ષ બાદ સારો પાક થવાની આશા જાગી હતી.  પણ ચોમાસા બાદ પડેલા પાછોતરા વરસાદથી ખેડૂતો પાયમાલ થયા છે.  ત્યારે સુરેન્દ્રનગર જીલ્લો કે જે ખેતી આધારીત જીલ્લો છે. એ જીલ્લાના ખેડુતો ખેતી પર નિર્ભર રહે છે.  ત્યારે તાજેતરમાં વાવાઝોડાની અસરને પગલે સમગ્ર રાજ્ય સાથે સુરેન્દ્રનગર જિલ્લામાં પણ કમોસમી વરસાદ પડતા અનેક તાલુકાના ખેડુતોના પાકોને મોટા  પાયે નુકશાની પહોચી છે અને ખેડૂતોનો ઉભો પાક લીલા દુષ્કાળ જેવી પરિસ્થિતિને લઇ નાશ પામ્યો છે.  અને ખેડૂતોને રોવાનો વારો આવ્યો છે.  સુરેન્દ્રનગર જિલ્લામાં ખેડૂતો દ્વારા દરેક સીઝન મુજબ મહા મહેનતે પાકનું વાવેતર કરવામાં આવે છે.  જેમાં કપાસ, એરંડા,  મગફળી,  જાળ સહિતના પાકનું હાલ હજારો હેકટર જમીનમા વાવેતર કરવામાં આવ્યું છે.  ત્યારે રાજ્યમાં તાજેતરમાં વાવાઝોડાની અસરને પગલે ડિપ્રેશન સર્જાતા વાવાઝોડા સાથે કમોસમી વરસાદ પડ્યો હતો.  જેમાં સુરેન્દ્રનગર  જિલ્લાના  લીંબડી તાલુકાના દેવપરા, કરણગઢ,  કાનપરા,  આણંદપુર, સહિતના ગામોમાં કમોસમી વરસાદ થતા ખેડૂતોએ હજારો હેકટર જમીનમાં કરેલ એરંડા, મગફળી,  ચણા, ઘવ,  જુવાર સહિતના ઉભા પાકો પર પાણી ફરી વળ્યું છે. બીજી તરફ ખેડૂતો માથે જાણે આફત પર આફત  હોય તેમ વડોદ ડેમમાથી છોડવામાં આવતુ હોવાથી પાણી ભરાઈ રહેતા ખેડૂતોને મોટા પાયે નુકશાન થયું છે.  જે અંગે તાત્કાલીક રાજય સરકાર દ્વારા કમોસમી વરસાદથી થયેલ નુકશાનનો સર્વે હાથ ધરી વળતર ચુકવવાની પણ ખેડૂતોમાં માંગ ઉઠવા પામી છે.

Share This Article