પાલેજમાં આવેલી દુકાનોમાં ચોરી

admin
1 Min Read

ભરૂચના પાલેજ નગરના હાર્દસમા વિસ્તારમાં આવેલી ત્રણ દુકાનોને તસ્કરોએ નિશાન બનાવતા દુકાનદારોમાં દહેશતનો માહોલ સર્જાવા પામ્યો છે. પ્રાપ્ત માહિતી અનુસાર પાલેજ મુખ્ય બજાર વિસ્તારમાં આવેલા પોલીસ આવાસ પાછળ તેમજ બસ સ્ટેન્ડ સામે આવેલી ફઝલ ઇલેક્ટ્રિક સ્ટોર, ફોર યુ મોબાઇલ શોપ તેમજ ગુજરાત હાર્ડવેર મળી કુલ ત્રણ દુકાનોને તસ્કરોએ નિશાન બનાવી હતી. ત્રણેય દુકાનોના તસ્કરોએ નિશાન બનાવી શટર તોડી દુકાનોની અંદર પ્રવેશી ઇલેક્ટ્રિક દુકાનમાંથી ત્રણસો રૂપિયા રોકડા, મોબાઇલ શોપમાંથી એક જુનો મોબાઇલ તથા રોકડા રૂપિયા ૫,૦૦૦ તેમજ હાર્ડવેરની દુકાનમાં તસ્કરોને કંઇપણ હાથ લાગવા પામ્યું ન હતું એવું દુકાનદારો પાસેથી જાણવા મળ્યું હતું. નગરના હાર્દસમા વિસ્તારમાં તસ્કરોએ હાથફેરો અજમાવતા દુકાનદારોમાં ગભરાટ ફેલાઇ જવા પામ્યો છે. પોલીસ દ્વારા પેટ્રોલિંગ કડક બનાવાય એવી નગરજનો દ્વારા માંગ ઉઠવા પામી છે. ચોરી સંદર્ભે પોલીસ ફરિયાદ વિશે જાણવા મળ્યું નથી.

 

Share This Article