હાલોલના પાવાગઢ રોડ મોંઘાવાડા ખાતે શ્રીલંકા પાકિસ્તાન ની ક્રિકેટ મેચ સટ્ટો રમાડતા હાલોલ પોલીસ ના હાથે બે બુકીઓ ઝડપાયા જયારે મુખ્ય બુકી સહીત અન્ય એક બુકી ભાગી છૂટ્યા હતા પોલીસે રોકડ રકમ સહિત 1,86,440/- નો મુદ્દામાલ કબ્જે કરી ચાર ઈસમો સામે ક્રિકેટના સટ્ટા બેટિંગ અંતર્ગત જુગાર ધારા નો ગુનો નોંધી તપાસ હાથ ધરી છે. પોલીસ વર્તુળ દ્વારા પ્રાપ્ત માહિતી મુજબ હાલોલ ના પાવાગઢ રોડ ઉપર આવેલ મોંઘાવાડા માં રમીઝ ઉર્ફે બેદો અલ્લારખા ઘાંચી ના ઘરમાં ટીવી ઉપર આવતી શ્રીલંકા પાકિસ્તાન ની ક્રિકેટ મેચ ઉપર સટ્ટો રમાડતા હોવાની પાક્કી બાતમી હાલોલ શહેર પોલીસ મથક ના પી.આઈ.જે જી. અમીન ને મળતા પોલીસ કર્મીઓની ટિમ બનાવી ખાનગી ગાડી લઇ બાતમી વાળી જગ્યા ઉપર છાપો મારતા બનાવ વાળી રૂમ માં ચાર ઈસમો હતા જેમાંથી બે ઈસમો પોલીસ જોઈ ભાગી છૂટ્યા હતા ભાગી છૂટેલા બંને ઈસમો ને પોલીસે ઓળખી કાઢ્યા હતા જેમાં એક જાબીર ઉર્ફે ટોટો તેમજ જાવેદ ઉર્ફે બોથમ ભાગી છૂટ્યા હતા જયારે ઝડપાઇ ગયેલા ઈસમનું નામ ઠામ પુછતા રમીઝ અલ્લારખાં ઘાંચી તેમજ સરફરાજ ઈસ્માઈલ બાગવાલા બંને રહે મોંઘાવાડા તેઓ હાલોલ પોલીસની કાર્યવાહી દરમિયાન ઝડપાઈ ગયા હતા.