આ તે કેવી ક્રૂરતા : એક શખ્સે વિડિયો બનાવવા માટે કુતરાને તળાવમાં ફેંકી દીધો

admin
1 Min Read

ટિકટોક પર એવા ઘણા વિડિયો સામે આવ્યા હતા જેમાં લોકો ક્રૂરતાની હદ વટાવી દઈ માનવતાને શર્મસાર કરતા હોય. હાલ ભારતમાં ટિકટોક પર પ્રતિબંધ મુકી દેવામાં આવ્યો છે. જોકે કેટલાક અસામાજિક તત્વોની આ હરકત હજી પણ બંધ થવાનુ નામ નથી લઈ રહી. મધ્યપ્રદેશના ભોપાલમાં એક રખડતા કૂતરા પર ક્રૂરતાનો કિસ્સો સામે આવ્યો છે જેમાં એક યુવકે વિડિયો બનાવવા માટે કુતરાને તળાવમાં ફેંકી દેતા ચકચાર મચી જવા પામી છે.

જીવતા કુતરાને તળાવમાં ફેંકવામાં આવતો હોવાનો વિડિયો વાયરલ થયો છે. વાયરલ વિડિયોમાં જોવા મળી રહ્યું છે કે, એક યુવક વિડિયો બનાવવા માટે કુતરાને પકડીને પોતાના મોજ માટે ખૂબ જ ક્રૂરતાની જેમ તળાવમાં ફેંકી દે છે.

આ મામલો સામે આવ્યા બાદ સામાજિક કાર્યકર્તા અસમા ખાન દ્વારા ભોપાલના પશુ ક્રૂરતા નિવારણ સમિતિના અધ્યક્ષ અને ભોપાલ પોલીસને આ અંગે પત્ર લખી સલમાન નામના આ આરોપી વિરુદ્ધ કાર્યવાહીની માંગ કરવામાં આવી હતી. ત્યારબાદ પોલીસ દ્વારા વિડિયોના આધારે યુવક સામે કેસ દાખલ કરવામાં આવ્યો છે. આ મામલે શ્યામલા હિલ્સ પોલીસ સ્ટેશનના ઈન્ચાર્જ ઓફિસરનું કહેવુ છે કે આ વિડિયો જુનો છે જે અંગે વધુ તપાસ કરવામાં આવી રહી છે.

Share This Article