રાજ્યમાં મેઘમહેર યથાવત રહેવાની આગાહી, જાણો કયા વિસ્તારમાં પડશે વરસાદ

admin
1 Min Read

ગુજરાતમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગનો ત્રીજો રાઉન્ડ શરુ થયો છે. છેલ્લા 24 કલાકમાં રાજ્યના 128 તાલુકામાં વરસાદ નોંધાયો છે. જેમાં કચ્છના મુંદ્રામાં માત્ર બે જ કલાકમાં 3 ઈંચ કરતા વધુ વરસાદ ખાબક્યો હતો. જ્યારે સૌરાષ્ટ્રમાં મહત્તમ વરસાદ વરસતા ખેડૂતોમાં ચિંતાનુ મોજુ ફરી વળ્યુ છે. અન્ય વિસ્તારોની વાત કરવામાં આવે તો સાબરકાંઠાના પ્રાંતિજ, રાજકોટના ધોરાજી, અમરેલીના ઝાફરાબાદ અને રાજકોટના ઉપલેટામાં પણ સારો એવો વરસાદ નોંધાયો હતો.

જોકે, હવામાન વિભાગે રાજ્યમાં હાલ 2 વરસાદી સિસ્ટમ સક્રિય થતાં હજી આગામી બે દિવસ વરસાદની આગાહી વ્યક્ત કરી છે.  હવામાન વિભાગના જણાવ્યા મુજબ, સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં આગામી 48 કલાક દરમિયાન વરસાદ નોંધાઈ શકે છે. લો પ્રેશરના કારણે 16 સપ્ટેમ્બર બાદ વરસાદનું જોર વધે તેવી પણ સંભાવના હવામાન વિભાગે વ્યક્ત કરી છે. હવામાન વિભાગની આગાહી અનુસાર વેરાવળ, ભાવનગર, અમરેલી, પોરબંદર, દ્વારકા, ભરૂચ, નવસારી, સુરત, વલસાડમાં વરસાદ વરસી શકે છે. જ્યારે અમદાવાદ, ખેડા, ગાંધીનગર, વડોદરા, મહેસાણા, પાટણ, દ્વારકા અને બનાસકાંઠામાં વરસાદી ઝાપટા પડશે.

Share This Article