કોરોનાએ બદલ્યુ રુપ, ડેંગ્યૂની માફક કરે છે દર્દીના પ્લેટલેટ્સ પર અટેક

admin
2 Min Read

સામાન્ય રીતે ડેંગ્યુના તાવમાં પ્લેટલેટ્સ ઓછા થતા હોવાનું સામે આવતું હતું, પરંતુ હવે કોરોનાએ પણ પોતાનુ રુપ બદલ્યુ છે અને તે ડેંગ્યુની જેમ દર્દીઓ પર હુમલો કરી રહ્યું છે. જેમાં અચાનક દર્દીઓના પ્લેટલેટ્સ કાઉન્ટ ઓછા થતા જોવા મળી રહ્યા છે. મળતી માહિતી મુજબ, દેશમાં કોરોનાનો ખતરો દિવસેને દિવસે વધી રહ્યો છે.

કોરોના વાયરસમાં જે રીતે મોટો બદલાવ થઇ રહ્યો છે. તેનાથી ડોક્ટરો તેમજ સ્વાસ્થ્ય મંત્રાલયની ચિંતા વધી ગઇ છે. સામાન્ય રીતે ડેન્ગ્યૂ તાવમાં પ્લેટલેટ્સ ઘટતા જોવા મળે છે પણ હવે કોરોના વાયરસમાં સંક્રમિત દર્દીઓના આ પ્રકારના લક્ષણો જોવા મળી રહ્યા છે. કોરોના વાયરસથી સંક્રમિત દર્દીઓની પ્લેટલેટ્સ કાઉન્ટ ઘટીને 20 હજારથી પણ વધુ નીચે જતા રહે છે. ચિંતાની વાત એ છે કે કોરોનાના દર્દીમાં જ્યારે ડેન્ગ્યૂની તપાસ કરવામાં આવે છે ત્યારે તેમાં ડેન્ગ્યૂના કોઇ લક્ષણ નથી દેખાતા.

પીજીઆઇ લખનઉના પ્રોફેસર અનુપમ વર્માએ જણાવ્યું કે કોરોના દર્દીઓમાં હવે ડેન્ગ્યૂ જેવા લક્ષણો પણ જેવા મળી રહ્યા છે જે ચિંતાનો વિષય છે. તેમણે જણાવ્યું કે દર્દીના અચાનક જ પ્લેટલેટ્સ ઘટવા લાગે છે અને આ સ્થિતિમાં તેમની સારવાર કરવી મુશ્કેલ થઇ જાય છે. ડોક્ટર અનુપમે જણાવ્યું કે, આજની સ્થિતિમાં કોરોના દર્દીઓની ડેંગ્યૂ તપાસ પણ જરુરી છે. ખાસ કરીને એવા દર્દી જેમના પ્લેટલેટ્સ કાઉન્ટ ઘટી રહ્યા છે. આનાથી એ ખબર પડી શકશે કે આ પાછળનું કારણ કોરોના છે કે ડેંગ્યુ. આ અંગે યોગ્ય તારણ માટે રીસર્ચ પણ કરવામાં આવી રહ્યુ છે.

Share This Article