ડભોઇ ધારાસભ્ય શૈલેષ મહેતાના હસ્તે ત્રણ એમ્બ્યુલન્સનું કરાયું લોકાર્પણ

Subham Bhatt
2 Min Read

વડોદરા જિલ્લાના ડભોઇ ધારાસભ્ય શૈલેષભાઇ મહેતા મત વિસ્તાર અનુદાન માંથી તાલુકા અને નગર ની આરોગ્ય સેવા ને વેગ આપવા હેતુ રૂ.37.50 લાખ ના ખર્ચે નવીન 3 એબ્યુલન્સ નું વિશ્રામ ગૃહ ખાતે થી લોકાર્પણ કરવા મા આવ્યું હતું.  ડભોઇ નગર તેમજ તાલુકા ના લોકો ને આરોગ્ય લક્ષી સેવાઓ પૂરતી મડી રહે તે હેતુ સાથે ધારાસભ્ય વિકાસ ગ્રાન્ટ માંથી ડભોઇ તાલુકા અને નગર ના લોકો ને વધુ 3 એબ્યુલન્સ ની ધારાસભ્ય શૈલેષભાઇ મહેતા ની ભેટ મળી રુ.37.50 લાખ ના ખર્ચે નવી 3 એબ્યુલન્સ નું આજ રોજ ડભોઇ  વિશ્રામ ગૃહ ખાતે થી ધારાસભ્ય શૈલેષભાઇ મહેતા દ્વારા લોકાર્પણ કરવામાં આવ્યું હતું

Three ambulances were inaugurated by Dabhoi MLA Shailesh Mehta

અગાઉ કોરોના કાળ સમય લોકો ને જે હાલાકી નો સામનો કરવો પડ્યો હતો જે અનુંસંધાને ડભોઇ ની જનતા ને આરોગ્ય લક્ષી સેવાઓ પૂરતી મડી રહે તે માટે ધારાસભ્ય શૈલેષભાઇ મહેતા અડીખમ છે ત્યારે અગાઉ 3 ઇકો એબ્યુલન્સ ના લોકાર્પણ બાદ વધુ 3 એબ્યુલન્સ સેવા શરૂ કરતા તાલુકા અને નગર જનો મા આનંદ ની લહેર વ્યાપી છે.

Three ambulances were inaugurated by Dabhoi MLA Shailesh Mehta

નગર અને તાલુકા મા હવે 6 એબ્યુલન્સ સેવા નોંલાભ મળશે આ પ્રસંગે શિક્ષણ સમિતિ ચેરમેન વકીલ અશ્વિનભાઈ પટેલ, પ્રદેશ કારોબારી સભ્ય શશીકાંત ભાઈ પટેલ, પાલિકા પ્રમુખ કાજલબેન દુલાણી, અમિતભાઇ સોલંકી, મહામંત્રી વડોદરા જિલ્લા ડો.બી.જે.બ્રહ્મભટ્ટ, ડો.મહેન્દ્રભાઈ પટેલ, નિરવભાઈ પટેલ , વિકરાંતભાઈ પટેલ, વિશાલ શાહ, બીરેન શાહ, ડો.સંદીપ શાહ સહિત મોટી સંખ્યા મા તાલુકા અને નગર ના ભાજપ અગ્રણીઓ તેમજ આરોગ્ય વિભાગ ના તબીબો હાજર રહ્યા હતા.

Share This Article