પાક તરફથી ભારત સરહદમાં ઘુસ્યા ત્રણ ડ્રોન

admin
1 Min Read

પાકિસ્તાન તરફથી એકબાજુ યુદ્ધવિરામનો ભંગ કરવામાં આવી રહ્યો છે તો બીજીબાજુ ઘુસણખોરીના પણ પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે. હવે પંજાબના હુસૈનીવાલા સેક્ટરમાં તૈનાત બીએસએફ જવાનોએ ભારત-પાકિસ્તાન સરહદ પાસે ત્રણ ડ્રોન દેખાયા હોવાનો દાવો કર્યો છે. અધિકારીઓએ આ અંગે નિવેદન જાહેર કરીને જાણકારી આપી છે.  ભારત અને પાકિસ્તાન સરહદ પર ડ્રોનની અવરજવરના અહેવાલ પ્રાપ્ત થતા ખળભળાટ મચી ગયો છે. મંગળવારે પણ પંજાબના હુસૈનવાલા સેક્ટરમાં બોર્ડર સિક્યોરિટી ફોર્સે ત્રણ ડ્રોન સરહદ પર ઉડતા જોયા હોવાનો દાવો કર્યો હતો. સૂત્રોના મતે બીએસએફ દ્વારા પાક સરહદ બાજુથી ત્રણ ડ્રોન ઉડતા જોવા મળ્યા બાદ તેમણે ફાયરિંગ કર્યું હતું.  અગાઉ આ મહિનામાં જ બસ્તિ રામ લાલ, તેંડીવાલા અને હજારાસિંહ વાલા ગામના રહેવાસીઓએ સરહદ પારથી કેટલાક ડ્રોન ઉડીને ભારત તરફ આવતા જોયા હોવાનો દાવો કર્યો હતો. ત્યારથી બીએસએફને એલર્ટ કરવામાં આવ્યા હતા. બીએસએફે ભારત-પાક. સરહદે આવેલા ગામોમાં રહેતા સ્થાનિકોને પણ સંવેદનશીલ ગતિવિધિ જણાતા તાત્કાલિક સત્તાધીશોને જાણ કરવા અપીલ કરી હતી.

Share This Article