અમરેલી જિલ્લાના બગસરાના નાના મુજીયાસર ખાતે ત્રિવિધ કાર્યક્રમ યોજાયો હતો. બગસરા તાલુકાનાનાના મુજીયાસર કિસાન પરીવાર દ્રારા 9 મા સમુહમાં લગ્ન સાથે કૃષિ મેળો અને સરપંચ સંમેલનનુંઆયોજન કરવામાં આવ્યું હતું. દેવરત આચાર્ય આ કૃષિ મેળામાં ઉપસ્થિત રહેવાના હતા પરંતુ કોઈ સરકારીકાર્યક્રમને લીધે તેઓ ઉપસ્થિત ન રહી સકતા પત્ર પાઠવીને ખેડૂતોને શુભેચ્છાઓ પાઠવી હતી. કિસાનસંઘના પુર્વ પ્રમુખ અને નાના મુજીયાસરના સરપંચ મનસુખભાઈ કયાડા અનેક કૃષિ વૈજ્ઞાનિકોએ હાજર રહીને ખેડૂતોને ખેતી કેવી રીતે કરવી તે અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.
આ તકે ધારાસભ્ય જે વી કાકડીયા સહિત મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા. આ કૃષિ મેળાનું આયોજન કરવા પાછળનો ઉદેશ્ય એ હતી કેદરેક ગામડાના લોકો કૃષિ મેળો જોવે અને ગામડામાં ખેતી કેવી રીતે કરવી તે અંગે માર્ગદર્શન મળે. કૃષિમેળાથી ગામડાના નાના ખેડૂતોને પણ ફાયદો થયો છે. કૃષિ મેળા સાથે 23 સમૂહ લગ્નનું પાણ આયોજન કરવામાં આવ્યું હતું.