Connect with us

Azadi Ka Amrit Mahotsav

કાશ્મીરમાંથી કલમ 370 હટાવ્યાના ત્રણ વર્ષ પૂર્ણ

Published

on

જમ્મુ-કાશ્મીરમાંથી કલમ 370 નાબૂદ થયાને આજે ત્રણ વર્ષ પૂર્ણ થયા છે. કલમ 370 હટાવ્યા બાદ આતંકવાદી ઘટનાઓમાં ઘટાડો થયો છે. આ સાથે કાયદો અને વ્યવસ્થાની ઘટનામાં કોઈ નાગરિક કે જવાનનું મોત થયું નથી. આતંકવાદી ઘટનાઓમાં સામાન્ય લોકોના મૃત્યુની સંખ્યામાં પણ ઘટાડો થયો છે.

કલમ 370 નાબૂદ થયાના 3 વર્ષ પહેલા અને પછીની ઘટનાઓની તુલના કરતા, જમ્મુ અને કાશ્મીર પોલીસે માહિતી આપી છે કે કાશ્મીર ઝોનમાં આતંકવાદી ઘટનાઓમાં ઘટાડો થયો છે. પોલીસે આ કેસોને છ કેટેગરીમાં વહેંચ્યા છે. તેમાંથી, 5 ઓગસ્ટ, 2016 અને 4 ઓગસ્ટ, 2019 વચ્ચે કાયદો અને વ્યવસ્થાની 3,686 ઘટનાઓ બની હતી, જ્યારે 5 ઓગસ્ટ, 2019 અને 4 ઓગસ્ટ, 2022ની વચ્ચે માત્ર 438 ઘટનાઓ બની હતી. આ સિવાય 370 નાબૂદ થયાના ત્રણ વર્ષ પહેલા કાયદો અને વ્યવસ્થાની ઘટનાઓમાં 124 નાગરિકોના મોત થયા હતા, જે વિશેષ દરજ્જો હટાવ્યા પછી શૂન્ય થઈ ગયા હતા. આ સિવાય આવી ઘટનાઓમાં 6 જવાન પણ શહીદ થયા હતા, પરંતુ 2019 પછી એક પણ જવાનનું મોત થયું નથી.

કાશ્મીરમાં આતંકવાદી ઘટનાઓની વાત કરીએ તો, 5 ઓગસ્ટ, 2016 થી 4 ઓગસ્ટ, 2019 વચ્ચે કુલ 930 ઘટનાઓ બની હતી, જે 370ને દૂર કર્યા પછી ઘટીને 617 થઈ ગઈ છે. આ આતંકવાદી ઘટનાઓમાં 290 સૈનિકો શહીદ થયા હતા અને 370 લાગુ થયા પહેલા 191 નાગરિકો માર્યા ગયા હતા, કલમ 370 નાબૂદ થયાના 3 વર્ષ પછી, 174 સૈનિકો શહીદ થયા હતા અને 110 લોકો માર્યા ગયા હતા.

જમ્મુ-કાશ્મીરમાંથી બંધારણની કલમ 370 નાબૂદ કરવાની વર્ષગાંઠના એક દિવસ પહેલા, આતંકવાદીઓએ પુલવામામાં હુમલો કર્યો. આતંકવાદીઓએ ગ્રેનેડ ફેંકીને બિન-કાશ્મીરી મજૂરો પર હુમલો કર્યો. આ ઘટનામાં એક કામદારનું મોત થયું છે, જ્યારે 2 લોકો ઘાયલ થયા છે, જે બાદ સુરક્ષા દળોએ સમગ્ર વિસ્તારને કોર્ડન કરી લીધો છે.

છેલ્લા ઘણા સમયથી પાકિસ્તાન આ બાબતે યુએનમાં પણ અનેક મુદ્દાઓ ઉઠાવી ચૂક્યું છે પરંતુ પાકિસ્તાને દર વખતે હારનો સામનો કરવો પડી રહ્યો છે, પાકિસ્તાનમાં બેઠેલા આતંકીઓ હંમેશા કાશ્મીરને નિશાન બનાવાના ફિરાક માં હોય છે ત્યારે આ દિવસને લઈને સુરક્ષા એજન્સીઓ એલર્ટ મોડ પર છે. અને આ દિવસે આતંકી ઘટના  ન બને તે માટે પંજાબની સરહદો તેમન જમ્મુ કાશ્મીરના ખાસ સરહદી વિસ્તાર સહીત સમગ્ર પ્રદેશમાં પોલીસ,સેનાઓ ભારે પ્રમાણમાં તૈયાન કરવામાં આવી છે.આતંકવાદને લઈને દિલ્હીમાં પણ એલર્ટ જારી કરાયું છે,15 ઓગસ્ટ પાસે આવી રહી છે ત્યારે દિલ્હી પણ સતર્ક બન્યું છે.

કેન્દ્રની નરેન્દ્ર મોદી સરકારે વર્ષ 2019માં 5 ઓગસ્ટે જમ્મુ-કાશ્મીરને વિશેષ દરજ્જો આપતી બંધારણની કલમ 370 હટાવી દીધી હતી, વિપક્ષી પાર્ટીઓ કલમ 370ને હટાવવાનો સતત વિરોધ કરી રહી છે. પ્રાદેશિક પક્ષો પીડીપી અને નેશનલ કોન્ફરન્સ સતત કલમ 370ની પુનઃસ્થાપનાની માંગ કરી રહ્યા છે. પીડીપીના વડા મહેબૂબા મુફ્તી કહે છે કે કલમ 370 નાબૂદ થવાને કારણે કાશ્મીરમાં સ્થિતિ વણસી છે, જ્યારે નેશનલ કોન્ફરન્સના વડા ફારૂક અબ્દુલ્લા કહે છે કે ભાજપે કલમ 370 હટાવીને ભારતના ભાગલા પાડવાનું કામ કર્યું છે.

Continue Reading
Advertisement
Click to comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Independence day

શા માટે જ 15 ઓગસ્ટે ઉજવાય છે સ્વતંત્ર દિવસ? તમે આ માહિતી જાણો છો?

Published

on

Why Independence Day is celebrated on August 15? Do you know this information?

15 ઓગસ્ટ 1947 ના રોજ, બ્રિટિશરોએ દેશના શાસનની કમાન ભારતીયોને સોંપીને દેશને સ્વતંત્ર જાહેર કર્યો હતો. પરંતુ શું તમે ક્યારેય વિચાર્યું છે કે ભારતના સ્વતંત્રતા દિવસ માટે 15 ઓગસ્ટ જ કેમ પસંદ કરવામાં આવી? ઉલ્લેખનીય છે કે, બ્રિટીશ સંસદે લોર્ડ માઉન્ટબેટનને 30 જૂન 1948 સુધીમાં ભારતની સત્તા ભારતીય લોકોમાં સ્થાનાંતરિત કરવાનો અધિકાર આપ્યો હતો. લોર્ડ માઉન્ટબેટનની વર્ષ 1947 માં ભારતના છેલ્લા વાઈસરોય તરીકે નિમણૂક કરવામાં આવી હતી અને માઉન્ટબેટને જ ભારતની આઝાદી માટે 15 ઓગસ્ટની તારીખ પસંદ કરી હતી.

Why Independence Day is celebrated on August 15? Do you know this information?

ત્યારબાદ બ્રિટિશ હાઉસ ઓફ કોમર્સમાં ઇન્ડિયન ઇન્ડિપેન્ડન્સ બિલ 4 જુલાઇના 1947ના રોજ રજૂ કરવામાં આવ્યું. આ બિલમાં ભારતના ભાગલા અને પાકિસ્તાનને અગલ રાષ્ટ્ર બનાવવાનો પ્રસ્તાવ રાખવામાં આવ્યો હતો. આ બિલ 18 જુલાઇ 1947ના રોજ સ્વીકારવામાં આવ્યું અને 14 ઓગસ્ટના ભાગલા પછી 15 ઓગસ્ટ 1947ની મઘ્યરાત્રીએ 15 ઓગસ્ટના રોજ આઝાદી આપવાની જાહેરાત કરવામાં આવી હતી.

Why Independence Day is celebrated on August 15? Do you know this information?

કેટલાક ઇતિહાસકારોનું માનવું છે કે, સી રાજગોપાલાચારીના સૂચન પર માઉન્ટબેટને ભારતની આઝાદી માટે 15 ઓગસ્ટની તારીખ પસંદ કરી હતી. સી રાજગોપાલાચારીએ લોર્ડ માઉન્ટબેટનને કહ્યું હતું કે, જો 30 જૂન 1948 સુધી રાહ જોવામાં આવશે તો સ્થાનાંતરિત કરવા માટે કોઇ સત્તા બચશે નહીં. એવામાં માઉન્ટબેટને 15 ઓગસ્ટના રોજ ભારતને સ્વતંત્ર કરવાનો નિર્ણય કર્યો.

Why Independence Day is celebrated on August 15? Do you know this information?

ઉલ્લેખનીય છે કે, બ્રિટીશ સંસદે લોર્ડ માઉન્ટબેટનને  30 જૂન 1948 સુધીમાં ભારતની સત્તા ભારતીય લોકોમાં સ્થાનાંતરિત કરવાનો અધિકાર આપ્યો હતો. લોર્ડ માઉન્ટબેટનની વર્ષ 1947 માં ભારતના છેલ્લા વાઈસરોય તરીકે નિમણૂક કરવામાં આવી હતી અને માઉન્ટબેટને જ ભારતની આઝાદી માટે 15 ઓગસ્ટની તારીખ પસંદ કરી હતી.

Continue Reading

Independence day

દેશ દાઝનું ઉદાહરણ! એક બે દિવસ માટે નહીં પરંતુ આ ભાઈના ઘર પર 20 વર્ષથી ફરકે છે તિરંગો

Published

on

An example of country daz! Not for a day or two but the tricolor has been flying over this brother's house for 20 years

કહેવાય છે કે માનવ જાતમાં અનેક પ્રકારના જનૂન સમાયેલા હોય છે. એમાં પણ દેશપ્રેમનું જનુન જેના દિલમાં સમાયેલું હોય છે તે વ્યક્તિ સમાજ જીવનમાં વિશેષ બની જતું હોય છે. આવું જ કંઇક જોવા મળ્યું છે. પાટણ પંથકના નેદ્રા ગામમાં જ્યાં એહમદ ચાચા નામના એક એવા તિરંગા પ્રેમી સામે આવ્યા છે કે જેઓની દેશભક્તિ અને તિરંગા પ્રત્યેનો અનોખો પ્રેમ જોનારાને પણ દિલમાં દેશભક્તિની ભાવના જગાડે તો નવાઈ નહીં.

An example of country daz! Not for a day or two but the tricolor has been flying over this brother's house for 20 years

આજે દેશમાં 75માં આઝાદી કા અમૃત મહોત્સવને લઈ ઘર ઘર તિરંગા ફરકાવવા માટે વડાપ્રધાને દેશવાસીઓને એક અપીલ કરી છે. જોકે અમે આપને પાટણના એક એવા દેશ પ્રેમી રિટાયર્ડ આર્મી મેનને બતાવવા જઈ રહ્યાં છીએ કે તેઓ વર્ષોથી પોતાના મકાન પર ફરકાવે છે. તિરંગો પોતાના મકાન પર તિરંગો ફરકાવવા માટે લડ્યા છે, સુપ્રીમ કોર્ટ સુધીની લડાઈ વાત વિગતે કરીએ તો પાટણ જીલ્લાના સિધ્ધપુર તાલુકાના પાંચકુંવા નેદ્રા ગામેથી જો કોઈ પસાર થાય તો અહેમદ ચાચાનું મકાન ચોક્કસ નજરે પડે છે. કારણ કે આ મકાનના ટેરેસ ઉપર નિત્યક્રમ મુજબ એક એવી દેશભક્તિ ઉજવાય છે કે જોનારા અને ગ્રામજનો પણ હિન્દુસ્તાની હોવાનો ગર્વ અનુભવે છે.

 

દેશભરમાં 15મી ઓગસ્ટ અને 26મી જાન્યુઆરીના દિવસે ધ્વજવંદનના કાર્યક્રમો જોવા મળતાં હોય છે. તેમાં પણ મોટાભાગના ધ્વજ વંદન સરકારી મકાનો તેમ જ સરકારી પટાંગણમાં અને રાજકીય વર્તુળોમાં જોવા મળતા હોય છે. ધ્વજવંદનના કાર્યક્રમ સામાન્ય રીતે 15મી ઓગસ્ટ અને 26મી જાન્યુઆરીના દિવસે ધ્વજવંદન કોઈ રહેણાંક વિસ્તારોમા ઉજવાતા હોય તેવા પ્રસંગો જૂજ કેસમાં જોવા મળતા હોય છે. પરંતુ પાટણ જિલ્લાના સિદ્ધપુર તાલુકાના નેદ્રા ગામે તો ર્ષના બે દિવસ નહીં પરંતુ વર્ષના 365 દિવસ ધ્વજ વંદન કાર્યક્રમ પૂરા માન-સન્માન સાથે ઉજવવામાં આવે છે, જેનો જસ એક્સ આર્મીમેન એવા અહેમદભાઈ નાંદોલીયાને શિરે જવા જાય છે. પહેલાના સમયમાં રાષ્ટ્રધ્વજ ખાનગી મકાનોમાં ફરકાવવાની પરમિશન નહોતી આપવામાં આવી.

An example of country daz! Not for a day or two but the tricolor has been flying over this brother's house for 20 years

જો કે તે જમાનામાં એહમદ ભાઈએ રાષ્ટ્રભાવનાનો સંદેશો લોકો સુધી પહોંચે તે માટે પોતાના મકાન ઉપર રાષ્ટ્રધ્વજ ફરકાવવા માટે સુપ્રીમ કોર્ટ સુધી લડાઈ લડ્યા હતા અને તેમાં તેમનો વિજય થતા તેઓએ છેલ્લાં વીસ વર્ષથી તેમના બંગલાની છત ઉપર રાષ્ટધ્વજ તેના નિત્ય સમય મુજબ અને પૂરા માન-સન્માન સાથે ફરકાવવાનું શરૂ કર્યું. તે આજે 20 વર્ષે પણ અકબંધ રહેવા પામી છે. ઉંમરના હિસાબે હવે અહેમદ ચાચા પગે થાક્યા છે છતાં પણ તેમના પરિવારનાં સભ્યો દ્વારા સમયસર તેમના મકાન પર તિરંગો ફરકાવવામાં આવે છે. લોકોનાં દિલમાં દેશ ભાવનાને ઉજાગર કરવી હોય તો નાંદોલીયા ચાચાના બંગલે એકવાર નજર જરૂર નાખવી રહી.

 

આજના યુગમાં નેતાઓએ પોતાની વોટબેંક મજબુત કરવા અનેકવાર હિન્દુ અને મુસ્લિમોને સામ સામે લાવીને રાખી દીધા છે. પરંતુ અહેમદભાઈ નાંદોલીયા જેવા સાચા દેશપ્રેમી દેશભક્ત આવા લેભાગુ નેતાઓના મોઢે લપડાક છે. અહેમદભાઈ સવારે જ્યારે રાષ્ટ્રધ્વજ ફરકાવવા તેમના બંગલાના પટાંગણમાં નીકળે છે ત્યારે તેમની સાથે તેમનો પરિવાર અને ગ્રામજનો પણ જોડાય છે. ત્યારે બંગલાની છત સામેથી રાષ્ટ્રધ્વજને સલામી આપે છે ત્યારે નીચે ઊભેલા તેમના દીકરા પરિવારજન અને ગ્રામજનો પણ રાષ્ટધ્વજને સલામી આપે છે.

An example of country daz! Not for a day or two but the tricolor has been flying over this brother's house for 20 years

 

જોકે આ કાર્યપ્રણાલી કોઈ એક દિવસ કે બે દિવસ પુરતી કરવામાં નથી આવતી. આ ધ્વજ વંદન કાર્યકર્મ 365 દિવસ દિવસ અવિરત 20 વર્ષથી ચાલી આવતું એક દેશભક્તિનું ભગીરથ કાર્ય છે. જેનો શ્રેય અહેમદભાઈના શિરે જાય છે પરિવારજનો પણ પોતાના પિતાનું દેશ પ્રેમનું સપનું કાયમ રાખવા માંગે છે. 20 વર્ષથી ચાલતી આ દેશ ભક્તિનું પર્વ ઉજવવા ગ્રામજનો પણ જોડાઈને હર્ષની લાગણી અનુભવે છે. ગ્રામજનો પણ હિન્દુ-મુસ્લિમ ભાઇ ચારાના એકતાના દર્શન સમૂહ રાષ્ટ્રીય ધ્વજ વંદન પર્વને ઉજવીને પોતાની જાતને ધન્ય થયા હોવાનું ગર્વ અનુભવી રહ્યા છે એક દિવસ માટે હાથમાં તિરંગો લઈ સીન સપાટા કરતાં લોકો માટે અહેમદ સાચા સાચી દેશભક્તિના અને તિરંગાના પ્રેરણા સ્ત્રોત સમાન કહીએ તો નવાઈ નહીં.

Continue Reading

Independence day

શું તમને ખબર છે દિલ્હીમાં થયેલ સ્વાતંત્ર દિવસની ઉજવણીમાં પ્રથમ વખત સ્વદેશી ગનથી 21 તોપોની સલામી અપાઈ

Published

on

Did you know that for the first time, a 21-gun salute was fired from indigenous guns at the Independence Day celebrations in Delhi?

આઝાદીનાં અમૃત પર્વ એટલે કે 75મા સ્વતંત્રતા દિવસના અવસર પર આ વર્ષે લાલ કિલ્લા પર આઝાદીની ઉજવણી પણ ખૂબ જ ખાસ રહેશે. લાલ કિલ્લા પરથી દેશવાસીઓની નજર વડાપ્રધાન નરેન્દ્ર મોદીના દેશને સંબોધન પર રહેશે, સાથે જ આ વર્ષે પહેલીવાર સ્વદેશી બંદૂક સાથે 21 તોપોની સલામી આપવામાં આવશે.

લાલ કિલ્લા પર સ્વતંત્રતા દિવસની ઉજવણી સવારે 6.55 વાગ્યે શરૂ થશે જ્યારે આર્મીના દિલ્હી વિસ્તારના જીઓસી આવશે. આ પછી સંરક્ષણ સચિવ આવશે અને ત્યારબાદ ત્રણેય દળો એટલે કે આર્મી, એરફોર્સ અને નેવીના ચીફ આવશે. રક્ષા રાજ્ય મંત્રી અજય ભટ્ટ 7.08 વાગે અને રક્ષા મંત્રી રાજનાથ સિંહ 7.11 વાગે પહોંચશે. ઘડિયાળમાં 7.18 મિનિટ થતાં જ વડાપ્રધાન નરેન્દ્ર મોદી લાલ કિલ્લા પર પહોંચશે. લાલ કિલ્લા પર પહોંચતા પહેલા પીએમ રાજઘાટ પર પહોંચીને રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીને શ્રદ્ધાંજલિ આપશે.

Did you know that for the first time, a 21-gun salute was fired from indigenous guns at the Independence Day celebrations in Delhi?

દેશની આઝાદીના 75 વર્ષ બાદ પ્રથમ વખત 21 તોપોની સલામીમાં સ્વદેશી આર્ટિલરી ગનનો પણ સમાવેશ કરવામાં આવશે. અત્યાર સુધી બીજા વિશ્વયુદ્ધની બ્રિટિશ પાઉન્ડર-ગનથી 21 તોપોની સલામી આપવામાં આવતી હતી. આ વર્ષે પ્રથમ વખત, લાલ કિલ્લા પર સ્વતંત્રતા દિવસની ઉજવણીમાં, વડાપ્રધાનને સ્વદેશી આર્ટિલરી બંદૂક ‘અટેગ’ 21 તોપોની સલામી આપવામાં આવશે.

Did you know that for the first time, a 21-gun salute was fired from indigenous guns at the Independence Day celebrations in Delhi?

આ વર્ષે લાલ કિલ્લા પર 21 તોપોની સલામીમાં છ બ્રિટિશ પાઉન્ડર ગન સાથે સ્વદેશી ‘અટેગ’ તોપનો સમાવેશ થશે. ડીઆરડીઓ દ્વારા ટાટા અને ભારત-ફોર્જ કંપનીઓ સાથે મળીને એડવાન્સ્ડ ટોવ્ડ આર્ટિલરી ગન સિસ્ટમ (એટીએજીએસ અથવા એટેગ સિસ્ટમ) વિકસાવવામાં આવી છે. 155 x 52 કેલિબરની આ ATAGS ગન લગભગ 48 કિમીની રેન્જ ધરાવે છે અને તે ટૂંક સમયમાં ભારતીય સેનાની આર્ટિલરીનો ભાગ બનવા જઈ રહી છે. વર્ષ 2018માં રક્ષા મંત્રાલયે સેના માટે 150 અટાગ ગન ખરીદવાની મંજૂરી આપી હતી. સંરક્ષણ મંત્રાલયના જણાવ્યા અનુસાર, લાલ કિલ્લામાં અસલી બંદૂકમાંથી ફાયરિંગ ઔપચારિક હશે. આ માટે તોપ અને શંખના અવાજને ‘કસ્ટમાઇઝ’ કરવામાં આવ્યા છે.

Did you know that for the first time, a 21-gun salute was fired from indigenous guns at the Independence Day celebrations in Delhi?

આ સિવાય બીજું શું ખાસ હશે

  • ભારતીય વાયુસેના સ્ક્વોડ્રન લીડર સુમિતા યાદવ વડા પ્રધાન નરેન્દ્ર મોદીને ધ્વજ ફરકાવવામાં મદદ કરશે.
  • આ વર્ષે લાલ કિલ્લા પર સ્વતંત્રતા દિવસના કાર્યક્રમનું આયોજન કરવા માટે કોર્ડીનેટિંગ સર્વિસ ભારતીય વાયુસેના છે.
  • ગાર્ડ ઓફ ઓનરમાં આર્મી, એરફોર્સ અને નેવીના ત્રણ યુનિટમાં 20-20 સૈનિકો અને એક-એક અધિકારી હશે. ગાર્ડ ઓફ ઓનરમાં દિલ્હી પોલીસની ટુકડી પણ હશે. ચારેય યુનિટના કમાન્ડર હશે અને વાયુસેનાના વિંગ કમાન્ડર કુણાલ ખન્નાને હવાલે ગાર્ડ ઓફ ઓનર આપવામાં આવશે.
  • આર્મીના દિલ્હી-એરિયા GOC લેફ્ટનન્ટ જનરલ વિજય કુમાર મિશ્રા હશે, જે સમગ્ર કાર્યક્રમના સર્વોચ્ચ સૈન્ય કમાન્ડર હશે.
  • સંરક્ષણ સચિવ, અજય કુમાર લાલ કિલ્લા પર સ્વતંત્રતા દિવસની ઉજવણીના સંચાલન માટે જવાબદાર રહેશે.

ધ્વજ ફરકાવ્યા બાદ તરત જ વાયુસેનાના બે Mi-17 1V હેલિકોપ્ટર આકાશમાંથી લાલ કિલ્લા પર ફૂલોની વર્ષા કરશે. આ Mi-17 હેલિકોપ્ટરની પાછળ બે ધ્રુવ હેલિકોપ્ટર રહેશે.

Continue Reading
Uncategorized13 mins ago

સૂર્યાસ્તનો સુંદર નજારો જોવો હોય તો આ સ્થળોની અવશ્ય મુલાકાત લો

Uncategorized1 hour ago

વોટ્સએપ પર હવે ગાયબ નહીં થાય સ્ટેટસ! 24 કલાક પછી અહીં સાચવવામાં આવશે; નવી સુવિધા જાણો

Uncategorized2 hours ago

દરરોજ લાખો કમાવે છે આ મહિલા, બસ કરે છે આ સરળ કામ, એક કલાકનો ચાર્જ સાંભળીને ચોંકી જશો

Uncategorized3 hours ago

કૃતિ સેનનની વ્હાઇટ પર્લ સાડી લુકથી હટશે નહીં નજર, પાર્ટી માટે છે પરફેક્ટ

Uncategorized4 hours ago

માત્ર એક જ પ્રકારની ઓમલેટ ખાઈને કંટાળી ગયા છો તો બનાવો આ સ્વાદિષ્ટ ટમેટાની ઓમલેટ

Uncategorized6 hours ago

IPLમાં 890 રન અને 3 સદી! છતાં પણ શુબમન ગિલ માટે WTC કેમ મુશ્કેલ બનશે? સ્વયં જાહેર કરી

Uncategorized6 hours ago

Jee Karda Trailer : તમન્ના ભાટિયા પ્રેમને લઈને મૂંઝવણમાં દેખાઈ, પ્રથમ હિન્દી વેબ સિરીઝનું ટ્રેલર થયું રિલીઝ

એન્ટરટેનમેન્ટ6 hours ago

આદિપુરુષની ટીમ દરેક થિયેટરમાં 1 સીટ ભગવાન હનુમાનને સમર્પિત કરશે.

Uncategorized4 weeks ago

સરદારધામ પ્રેરિત એકસ્પો નૂતન ભારતનું નિર્માણ કરશે : વડાપ્રધાનનું સપનું થશે સાકાર

Uncategorized4 weeks ago

યુઝવેન્દ્ર ચહલે રચ્યો ઈતિહાસ, બન્યો IPLનો નંબર 1 બોલર

Uncategorized4 weeks ago

શું શાહરૂખ ખાનની ઈચ્છા પૂરી થશે? શા માટે હવે કોઈની સાથે લડવા નથી માંગતા SRK, ‘જવાન’ની રિલીઝ ડેટ અણધાર્યા

Uncategorized4 weeks ago

સ્કેમરે નોકરીની ઓફર આપી અને પછી અચાનક ખાતામાંથી 96 લાખ રૂપિયા કપાઈ ગયા

Uncategorized4 weeks ago

ચૂકશો નહીં તક ! આ મહિને ટાટા મોટર્સની આ SUV કાર પર બમ્પર ડિસ્કાઉન્ટ

એન્ટરટેનમેન્ટ4 days ago

સલમાન ખાન અને શાહરૂખ ખાનનું સ્થાન કોણ લેશે?

લાઈફ સ્ટાઇલ5 days ago

રસોડામાં છુપાયેલા કોકરોચ તમને બીમાર કરી શકે છે, તેનાથી છુટકારો મેળવવા માટે કરો આ ઉપાયો

Uncategorized4 weeks ago

આ રંગબેરંગી ડિઝાઇન સાથેના સૌથી સસ્તા ઇયરબડ્સ છે, ઑડિયો ગુણવત્તા અદ્ભુત છે

Trending