જાફરાબાદમાં વીજળીના કડાકા સાથે ધોધમાર વરસાદ

admin
1 Min Read

વરસાદે જાણે પુરા વર્ષ રહેવાનું નકકી કરી દીધુ હોય તેમ એક દિવસનાં વિરામ બાદ ફરી વરસાદ ઓચિંતો ખાબકી પડે છે. ત્યારે હજુ માંડ ખેડુતો ખેતરે કામે લાગે ત્યાં ફરી પાછો વરસાદ ખાબકી જાય છે. ત્યારે હવે લોકો ખરેખર થાયકા છે. ત્યારે વધુ એક થી બે ઇંચ વરસાદ સોરઠમાં પડી જવા પામ્યો હતો. જેમાં માળિયામાં અડધી કલાકમાં બે ઇંચ વરસાદ ખાબકી જતાં નિચાણવાળા વિસ્તારમાં પાણી ભરાયાં હતાં. જાફરાબાદ તાલુકાના સરોવડા ગામમાં વીજળીના કડાકા ભડાકા સાથે ધોધમાર વરસાદ પડ્યો છે. સરોવડા, કંથારીયા, બારપટોળી અને ભટવદર સહિતના વિસ્તારોમાં વરસાદ ખાબક્યો છે. અનરાધાર વરસાદથી રસ્તા પર પાણી ફરી વળ્યું છે અને ઠેર-ઠેર પાણી ભરાયા ગયા છે. આ સાથે જ ભારે વરસાદના પગલે ખેડૂતોની મુશ્કેલીમાં પણ વધારો થયો છે. જ્યારે ઊના પંથકમાં પણ વાદળો ધેરાયેલા જોવા મળેલ પરંતુ મેઘો વરસ્યો ન હતો. વાદળો ઘેરાવા લાગતા ખેડૂતોમાં ચિંતા જોવા મળી હતી.

Share This Article