રાજકોટ : ધોરાજીમાં ભૂગર્ભ ગટરના પાણી રસ્તા પર

admin
1 Min Read

રાજકોટ જીલ્લાના ધોરાજી નગરપાલિકા વોર્ડ નંબર છ અને ચમાલીપા વિસ્તારમાં ભૂગર્ભ ગટરની ચેમ્બરમાં ગટરના પાણી ઉભરાઈ રહ્યા છે. મુખ્ય માર્ગ પર ગટરના પાણી ફરી વળતા લોકોએ ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે.  મળતી માહિતી મુજબ, ધોરાજી શહેરમાં ભૂગર્ભ ગટર યોજના જાણે માથાંનાં દુખાવો સમાન સાબિત થઈ રહી છે. છેલ્લા પાંચ પાંચ વર્ષથી ભૂગર્ભ ગટર યોજનાના કારણે અને તંત્રના અણઘડ વહિવટ અને મનમાનીના કારણે લોકોની પરેશાનીમાં વધારો થયો છે. ધોરાજી શહેરના અમુક વિસ્તારોને બાદ કરતા ભૂગર્ભ ગટર યોજના પૂર્ણ થઈ ગઈ છે એવું તંત્રએ જણાવ્યુ છે. પણ જે વિસ્તારમાં ભૂગર્ભ ગટર યોજના પૂર્ણ થઈ ગઈ છે તેમાં પણ ઘણી ક્ષતિઓ જોવાં મળે છે. ભૂગર્ભના લીધે રોડ રસ્તાઓ બિસ્માર હાલતમાં છે તો ચેમ્બર કે તેનાં ઢાંકણા તૂટેલા અને ચેમ્બરો છલકાતાં ગંદુ પાણી માર્ગો પર ફળી વળતાં રાહદારીઓને ભારે પરેશાની વેઠવાનો વારો આવે છે. નાની-મોટી તકલીફોમાં વધારો થયો છે. નગરપાલિકા વોર્ડ નંબર છ ચમાલીપા વિસ્તારમાં ભૂગર્ભ ગટરની ચેમ્બરમાં ઉભરાતું પાણી મુખ્ય માર્ગ પર ફળી વળતાં લોકોને પરેશાની વેઠવાનો વારો આવ્યો છે. આ મામલાનું જો કોઈ નિરાકરણ નહીં આવે તો ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન કરવામાં આવશે તેવી ચિમકી સ્થાનિકોએ ઉચ્ચારી છે.

 

Share This Article