કેશોદમાં સર્વ સમાજ આગેવાનીની ઉપસ્થિતિમાં મીટિંગ

admin
1 Min Read

ગુજરાત આહીર સમાજ સોમનાથ ટ્રસ્ટ ભાલકા પુર્ણીમા સમીતી દ્વારા આયોજીત ત્રિ દિવસીય ભાલકેશ્વર મહોત્સવ અનુસંધાને મીટિંગ યોજવામાં આવી હતી.  ભાલકા તીર્થ વેરાવળ ગીર સોમનાથ મુકામે ત્રિ દિવસીય ભાલકેશ્વર મહોત્સવનો પ્રારંભ થઈ રહ્યો છે. જેમાં દ્વારકા મંદિર દવજા રોહણ બાદ દ્વારકાથી ભાલકા તીર્થ સુધી ધર્મ ધ્વજ રથયાત્રાનું પ્રસ્થાન થશે. જે ઉપલેટા, જુનાગઢ, કેશોદ, વેરાવળ સહીતના શહેરોમાં ગ્રામ્ય વિસ્તારોમાંથી પસાર થઈ બે દિવસ ધર્મ ધ્વજ રથયાત્રા પરિભ્રમણ કરી ભાલકા તીર્થ ખાતે વિરામ લેશે. ત્યારબાદ સત્યનારાયણ કથા, ભાલકા તીર્થ ધ્વજારોહણ તથા સુવર્ણ શિખરાર્પણ તેમજ રાત્રિના સમયે ભવ્ય લોક ડાયરાનું પણ આયોજન કરવામાં આવનાર છે. આ અંગે મીટિંગમાં ચર્ચા કરવામાં આવી હતી. જેમાં તમામ જ્ઞાતીજનોએ ત્રિ દિવસીય ભાલકેશ્વર મહોત્સવનો લાભ લેવા સાથ સહકાર આપવા જણાવાયુ હતું. આ મીટિંગમાં મોટી સંખ્યામાં સમાજના આગેવાનો હાજર રહ્યા હતા.

 

Share This Article