આરે જંગલના સમર્થનમાં રોહિત શર્માએ કર્યું ટ્વીટ

admin
1 Min Read

બોમ્બે હાઈકોર્ટ દ્વારા 4થી નવેમ્બરે મહારાષ્ટ્ર સરકારને ઝાડ કાપવાની મંજૂરી આપી હતી. જે બાદ રાજ્ય સરકારે વૃક્ષો કાપવાની કામગીરી શરુ કરી હતી. જો કે સુપ્રીમ કોર્ટે સોમવારે વૃક્ષો કાપવા પર પ્રતિબંધ લગાવ્યો હતો. અને રાજ્ય સરકાર 21 ઓક્ટોબરે કેસની સુનાવણી કરશે તેવી જાહેરાત કરી હતી ત્યારે ભારતીય ટીમનો દિગ્ગજ બેટ્સમેન રોહિત શર્મા આરે જંગલનું સમર્થન કરતા ટ્વીટ કરી હતી. જેમાં તેણે જણાવ્યું હતું કે, હવે આરે જંગલમાં ભલે વધારે કંઈ રહ્યું નથી પરંતું ઝાડને કાપવું યોગ્ય નથી.

આરે જંગલના લીધે જ મુંબઈની હરિયાળી કાયમ છે અને અહિંનું તાપમાન પણ પ્રમાણમાં ઓછું છે. ઉપરાંત અહીંના જે જાનવરો છે તેને પણ ભૂલવા ન જોઈએ કારણ કે તેમની પાસે જંગલ સિવાય રહેવા માટે બીજુ કાંઈ પણ નથી. ઉલ્લેખનીય છે કે આરે જંગલના સમર્થનમાં અગાઉ શિવસેના, આમ આદમી પાર્ટી, ફિલ્મ અભિનેતા ફરહાન અખ્તર, દિયા મિર્ઝા અને સ્વરા ભાસ્કર સહિત અન્ય સેલિબ્રિટી સામે આવ્યા હતા.

 

 

Share This Article