14 હજાર ફૂટ ઉંચાઇએ સેનાએ લહેરાવાયો તિરંગો, જુઓ વિડિયો

admin
1 Min Read

દેશભરમાં સ્વાતંત્રય દિવસની ઉજવણી કરવામાં આવી રહી છે. ત્યારે દેશની બોર્ડર પર પણ સ્વતંત્રતા પર્વ પર જવાનોમાં અનેરો જુસ્સો જોવા મળ્યો હતો. લદ્દાખમાં પાણીમાં ITBPના જવાનોએ ધ્વજ વંદન કરીને પોતાની દેશભક્તિ દર્શાવી હતી. તો બીજી તરફ અટારી બોર્ડર પર પણ ધ્વજ વંદન કરવામાં આવ્યું હતુ. ત્યારબાદ જવાનોએ એક બીજાને મિઠાઈ ખવડાવી હતી.

મળતી માહિતી મુજબ, ઈન્ડો તિબેટ બોર્ડર પોલીસના જવાનોએ 15 ઓગસ્ટે લદ્દાખના પેંગોંગ ત્સો તળાવના કિનારે સ્વતંત્રતા દિવસ મનાવ્યો હતો.. જવાનોએ 74મા સ્વતંત્રતા દિવસે રાષ્ટ્રીય ધ્વજ લહેરાવીને ભારત માતાકી જય અને વંદેમાતરમના નારા પણ લગાવ્યા હતા.

(File Pic)

મહત્વનું છે કે, આ સ્થળ સમુદ્ર કિનારેથી 14,000 ફુટ ઉંચાઇ પર આવેલી છે. અહીં ભારત અને ચીન વચ્ચે તણાવને પગલે સેના આમને સામને બેઠી છે. ITBPના જવાનો ઉત્તરમાં લદ્દાખ અને ઉત્તર પૂર્વમાં અરુણાચલ પ્રદેશ સુધી ભારત સાથે જોડાયેલી ચીની બોર્ડર પર દેશની સુરક્ષા કરે છે. ઉલ્લેખનીય છે કે વિદેશ મંત્રાલય અને રાજદૂતે ચીનને સ્પષ્ટ કહી દીધું છે કે એલએસી પરથી ચીની સેના પાછી ખેંચવામાં આવે. જ્યારે લાલ કિલ્લા પરથી પીએમ મોદીએ પણ જવાનોને નમન કર્યા હતા. તેમજ કહ્યું હતું કે સંપ્રભુતાનું સન્માન સર્વોપરિ છે અને જેમણે આના પર આંખ ઉઠાવી છે દેશની સેના તેમને તેમની ભાષામાં જવાબ આપશે.

Share This Article