ગુજરાતના 19 પોલીસ અધિકારીને વિશિષ્ટ સેવા મેડલ એનાયત

admin
1 Min Read

74માં સ્વાતંત્ર્ય દિન પ્રસંગે આપવામાં આવતા ગેલેટ્રી એવોર્ડ્સ એટલે કે વીરતા પુરસ્કારની ગૃહ મંત્રલાય દ્વારા જાહેરત કરવામાં આવી હતી.

(File Pic)

જે અંતર્ગત રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે ગુજરાત પોલીસમાં બે વિશિષ્ટ સેવા ચંદ્રક તથા 17 પ્રશંસનીય સેવાના પોલીસ મેડલો અધિકારી જવાનોને જાહેર કર્યા હતા. જે

માં એડીજીપી નિરજા ગોટરૂ અને વાયરલેસ પીએસઆઈ એન.ડી.વઘાસીયાને વિશિષ્ટ સેવા મેડલ એનાયત કરવામાં આવ્યા હતા. સ્વાતંત્ર દિનની પૂર્વ સંધ્યાએે જાહેર થયેલા પોલીસ પ્રસંશનીય સેવા મેડલ અમદાવાદ શહેરના એસીપી એસ.કે.ત્રિવેદી, વલસાડના ડીવાયએસપી વી.એમ.જાડેજા, જામનગરના ડીવાયએસપી જે.એચ.ચાવડા, સીઆઈડી ક્રાઈમના ડીવાયએસપી એસ.એલ.ચૌધરી સહિતના અધિકારીઓને સન્માનિત કરવામાં આવ્યા હતા.

રાષ્ટ્રપતિના પોલીસ મેડલ મેળવનાર રાજયના તમામ પોલીસ અધિકારીઓને રાજયના પોલીસ વડા આશિષ ભાટીયાએ શુભેચ્છા પાઠવી હતી. મહત્વનું છે કે, ગેલેન્ટરી એવોર્ડ્સની યાદીમાં જમ્મુ કાશ્મીર પોલીસ પ્રથમ સ્થાને, બીજા સ્થાને સીઆરપીએફ અને ત્રીજા સ્થાને ઉત્તર પ્રદેશની પોલીસનું નામ છે, ત્યારે ગુજરાત પોલીસને પણ કેન્દ્ર સરકાર દ્વારા 19 એવોર્ડ એનાયત કરવામાં આવ્યા હતા.

Share This Article