બનાસકાંઠા-ડીસા ધાનેરા હાઈ-વે પર 2 ટ્રેલરો વચ્ચે અકસ્માત, ટ્રેલર કંડકટરનું મોત

Subham Bhatt
1 Min Read

ડીસા સહિત સમગ્ર બનાસકાંઠા જિલ્લામાં માર્ગ અકસ્માતના બનાવમાં સતત ચિંતાજનક વધારો થઈરહ્યો છે ખાસ કરીને ડીસા શહેરના હાઈવે વિસ્તારોમાં હાલમાં મોટા હેવી વાહનોના અકસ્માતોની સંખ્યામાંસતત વધારો થઈ રહ્યો છે ખાસ કરીને વારંવાર સર્જાતા નાના-મોટા અકસ્માતો માં અત્યાર સુધી અનેકલોકોના મોત પણ થઇ ચૂક્યા છે ત્યારે ગતરોજ ડીસાના બનાસ નદી પુલ પર 2 ટ્રેલર વચ્ચે અકસ્માતસર્જાયો હતો પરંતુ સદનસીબે કોઈ જાનહાની થઈ ન હતી ત્યારે આજે આવો જ એક વધુ અકસ્માત સર્જાયો હતો

Trailer conductor killed in accident between two trailers on Banaskantha-Deesa Dhanera highway

જેમાં ડીસા ધાનેરા રોડ પર આવેલા ઝેરડા પાસે ટ્રેલરની પાછળ અન્ય ટ્રેઇલર ઘૂસી જતાં અકસ્માતસર્જાયો હતો આ અકસ્માતમાં ઘટના સ્થળે જ ટ્રેલરમાં બેઠેલ કંડકટર નું મોત નીપજ્યું હતું અકસ્માતનીજાણ થતાં આજુબાજુના લોકો પણ દોડી આવ્યા હતા અને તાત્કાલિક ડીસા તાલુકા પોલીસને જાણ કરીહતી. જે બાદ આ સમગ્ર ઘટનાને લઈ તાલુકા પોલીસ સ્થળ પર પહોંચી ટ્રેલર કંડકટરની લાશનો કબજોમેળવી ડીસા પીએમ અર્થે ખસેડવામાં આવી હતી જે બાદ પોલીસે અકસ્માતે મોતનો ગુનો નોંધી વધુ  તપાસ હાથ ધરી છે

Share This Article