IRCTC દ્વારા આપવામાં આવ્યો ટ્રાવેલ ઇન્શ્યોરન્સ

admin
1 Min Read

ભારતીય રેલવે તેના મુસાફરોને 49 પૈસામાં 10 લાખ રૂપિયાનો ટ્રાવેલ ઇન્શ્યોરન્સ આપી રહી છે. ઇન્ડિયન રેલવે કેટરિંગ અને ટૂરિઝમ કોર્પોરેશન દ્વારા ટિકિટ બુક કરાવવા પર તેનો લાભ મેળવી શકાય છે. IRCTCની વેબસાઇટ અને એપ પર ટિકિટ બુકિંગ દરમિયાન ટ્રાવેલ ઇન્શ્યોરન્સનો ઓપ્શન આપવામાં આવે છે, જ્યાં ટ્રાવેલ ઇન્શ્યોરન્સ પસંદ કરવાનો એક વિકલ્પ મળશે. આ માટે માત્ર 49 પૈસા ચૂકવવાના રહેશે. IRCTCથી ટિકિટ બુક થયા બાદ ઇન્શ્યોરન્સ કંપનીની વેબસાઇટ પર જઇને પેજમાં નોમિનીનું નામ, તેની સાથેનો સંબંધ, ઉંમર, સરનામું વગેરે વિગતો ભરીને અપડેટ કરવાનું હોય છે. જોકે , આ ઇન્શ્યોરન્સનો ફાયદો માત્ર કન્ફર્મ અને RAC ટિકિટવાળાને જ મળશે. વેઇટિંગ લિસ્ટ ઇ-ટિકિટવાળાને આનો ફાયદો નહીં મળે. આ ઉપરાંત, આ સુવિધા 5 વર્ષથી ઓછી ઉંમરના બાળકો માટે પણ નથી. મુસાફરી દરમિયાન કોઇપણ દુર્ઘટના થાય તો આ સુવિધાનો લાભ મેળવી શકાશે. ક્લેમની રકમ દુર્ઘટનામાં થયેલા નુકસાન પર આધાર રાખે છે. તેને 5 કેટેગરીમાં વહેંચવામાં આવ્યું છે. અકસ્માતને કારણે કાયમી અપંગતા અને મૃત્યુના કિસ્સામાં, રૂ. 10 લાખ , આંશિક અપંગતાના કિસ્સામાં, રૂ. 7.50 લાખ અને ઘાયલ થઇને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવે તો 2 લાખ રૂપિયાનો ક્લેમ મળે છે. મૃત્યુની ઘટનામાં મૃતદેહને લઈ જવા માટે 10 હજાર રૂપિયાની સહાય પણ આપવામાં આવે છે.

Share This Article