સ્માર્ટફોન અને કમ્પ્યૂટરનો વધુ પડતો ઉપયોગ હાનિકારક

admin
1 Min Read

અમેરિકાની ‘ઓરેગન સ્ટેટ યુનિવર્સિટી’ના સંશોધકો દ્વારા કરવામાં આવેલા રિસર્ચમાં જણાવવામાં આવ્યું કે, સ્માર્ટફોન અને કમ્પ્યૂટર લોકોને જલ્દી વૃદ્ધ બનાવે છે. વૈજ્ઞાનિકોએ રિસર્ચમાં જોયું કે, મોબાઈલ અને કમ્પ્યૂટરમાંથી નીકળતો વાદળી પ્રકાશ ઉંમર વધવાની પ્રક્રિયાને ઝડપી બનાવે છે.  રિસર્ચનાં લેખક અને પ્રોફેસર જેગા ગાઈબુલ્ટાઈકજના જણાવ્યા પ્રમાણે, કૃત્રિમ પ્રકાશ આયુષ્ય ઓછું કરે છે. તે જલ્દી મૃત્યુનું કારણ બની શકે છે. આ રિસર્ચ મચ્છરો પર કરવામાં આવ્યું, કેમ કે, તેના કોષોમાં મનુષ્ય જેવાં જ લક્ષણો જોવા મળ્યાં હતાં. રિસર્ચમાં જણાવ્યા અનુસાર, જે લોકો વાદળી એલઈડીના સંપર્કમાં રહે છે, તેમના મગજની તંત્રિકાઓ અને રેટિના કોષો ક્ષતિગ્રસ્ત થઈ જાય છે. રિસર્ચમાં લેખકના જણાવ્યા મુજબ, મનુષ્ય અને પ્રાણીઓને સ્વસ્થ રહેવા માટે કુદરતી પ્રકાશ ખૂબ જ મહત્ત્વપૂર્ણ છે કારણ કે, તે શરીરની જૈવિક ઘડિયાળને ઉત્તેજિત કરે છે, જે મગજની પ્રવૃત્તિ, હોર્મોનનું ઉત્પાદન અને કોષોને ફરીથી ઉત્પન્ન કરે છે. સંશોધકોના જણાવ્યા અનુસાર, લાંબા સમય સુધી કૃત્રિમ પ્રકાશના સંપર્કમાં રહેવાથી કેન્સરનું જોખમ વધુ રહે છે.બ્લૂ લાઈટનાં જોખમોને ધ્યાનમાં રાખીને હવે ઘણી મોબાઈલ કંપનીઓ બ્લૂ લાઈટ ફિલ્ટરનું ફીચર પ્રી ઈન્સ્ટોલ્ડ આપે છે. જો એવું ફીચર ન હોય તો ‘ટ્વાઈલાઈટ’ જેવી મોબાઈલ એપના ઉપયોગથી બ્લૂ લાઈટ પર નિયંત્રણ કરી શકાય છે.

Share This Article