Connect with us

બનાસકાંઠા

ડીસાના સોયલા ગામે વૃક્ષારોપણ કાર્યક્રમ

Published

on

હાલ ભારતમાં દિવસેને દિવસે વૃક્ષોની સંખ્યામાં મોટો ઘટાડો જોવા મળી રહ્યો છે. આ માટે સરકાર પણ ચિંતિત છે અને કેટલીય સામાજિક સંસ્થાઓ પણ હવે પર્યાવરણ બચાવવા માટે મેદાનમાં આવી ગઈ છે. પરંતુ જ્યાં સુધી દરેક માનવી પોતાની રીતે વૃક્ષનું મહત્વ નહિ સમજે ત્યાં સુધી વૃક્ષોનું પ્રમાણ ભારતમાં વધે તેવું લાગતું નથી સરકાર પણ વૃક્ષોને લઈને ચિંતિત છે અને સરકારે હમણાં જ સમગ્ર ગુજરાતમાં 70 માં વનમહોસ્તવની ઉજવણી કરી હતી. તેમજ વૃક્ષોના મહત્વની સાથે સાથે વૃક્ષારોપણના કાર્યક્રમો યોજવામાં આવી રહ્યા છે. જે અંતર્ગત બનાસકાંઠાના ડીસા તાલુકાના સોયલા ગામે વૃક્ષારોપણ કાર્યક્રમ યોજાયો હતો. જે કાર્યક્રમ સોયલા પ્રાથમિક શાળા તેમજ ગ્રામ પંચાયત દ્વારા યોજવામાં આવ્યો હતો. જેમાં ગામના અગ્રણીઓ, શાળાના શિક્ષકો આચાર્ય, શાળાના બાળકો, ગ્રામ પંચાયતના સરપંચ, દૂધ મંડળીના ચેરમેન તેમજ કિસાન એકતા સમિતિના, મીડિયા કન્વીનર તેમજ પત્રકાર મિત્રોએ આ કાર્યક્રમને સફળ બનાવી, વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે દરેક વ્યક્તિ એક એક વૃક્ષનું જતન કરશે તેવી પ્રતિજ્ઞા પણ લીધી હતી..

Continue Reading
Advertisement
Click to comment

Leave a Reply

Your email address will not be published.

બનાસકાંઠા

ધાનેરાની ઓળખ સમુ મામા બાપજીનું તળાવ સુકાવા લાગ્યું

Published

on

Dhanera's identity Samu Mama Bapji's lake started drying up

ધાનેરાની ઓળખ સમુ મામા બાપજીનું તળાવ પાણી વિના હવે સુકાવા લાગ્યું છે. છેલ્લા બે વર્ષથી ઓછા વરસાદને લઇ તળાવો સુકાઇ જતાં કોરા કટ પડ્યા છે. વન્ય જીવો પણ પાણી માટે રઝળી રહ્યા છે. ત્યારે ધાનેરા શહેરની ઓળખસમા મામા બાપજીના મંદિર આગળ આવેલું પવિત્ર તળાવ પણ સુકાઇ રહ્યું છે.ધાનેરામાં પર્યટન સ્થળ જો કોઇ હોય તો તે માત્ર મામા બાપજીનું મંદિર છે. મંદિરની આગળ આવેલા તળાવમાં ધાર્મિક પ્રસંગોની ઉજવણી થાય છે.

Dhanera's identity Samu Mama Bapji's lake started drying up

 

ગણપતિ વિસર્જન હોય કે દશામાંની મૂર્તિ વિસર્જન કે પછી કાનુડા વિસર્જન સમયે લોકો ભક્તિ ભાવ સાથે મામા બાપજીના તળાવ પર આવતા હોય છે. જો કે હવે જેમ-જેમ દિવસો વિતી રહ્યા છે તેમ તેમ મામા બાપજીના મંદિર આગળ આવેલું તળાવ સુકાઇ રહ્યું છે.તળાવમાં કાચબા સહિતના અન્ય જીવો પાણી વિના મરણ પથારીએ છે. ધાનેરાની સેવા ભાવિ સંસ્થાના આગેવાનો સહિત ધાનેરાના નાગરિકો દ્વારા મામા બાપજીના તળાવને ભરવા માટે આગળ આવે તો પાણીમાં રહેલા જીવોને બચાવી શકાય તેમ છે.

Continue Reading

બનાસકાંઠા

પોલીસકર્મીએ ગળેફાંસો ખાઈને આપઘાત કરી લેતા ચકચાર, આપઘાતનું કારણ અકબંધ

Published

on

Policeman commits suicide by choking himself, cause of suicide intact

મળતી માહિતી પ્રમાણે જિલ્લાના કાંકરેજ તાલુકાના થરા પોલીસ મથકમાં ફરજ બજાવતા અને ચેખલા ગામ (Chekhla village)ના રહેવાસી હેડ કોન્સ્ટેબલ બાબરાજી રાઠોડે  ગળેફાંસો ખાઈને આપઘાત કરી લીધો છે. બાબરાજી રાત્રે ફરજ પર હતા. રાત્રે ફરજ પરથી પરત ફરીને ઘરે પરત ફર્યાં બાદ ગળેફાંસો ખાઈને આપઘાત કર્યો હતો.

Policeman commits suicide by choking himself, cause of suicide intact

ઘટનાની જાણ થતાની સાથે જ પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી. પોલીસે મૃતક પોલીસ કોન્સ્ટેબલના મૃતદેહને પોસ્ટ મોર્ટમ માટે ખસેડ્યો હતો. પ્રાથમિક તપાસમાં હેડ કોન્સ્ટેબલે શા માટે આપઘાત કર્યો છે તેની કોઈ માહિતી જોવા મળી નથી.

Continue Reading

બનાસકાંઠા

યુવતીના મોતનો બદલો લેવા ટોળાએ આખા ગામને લીધું બાનમાં, વીડિયો વાયરલ

Published

on

Crowds take whole village hostage to avenge girl's death, video goes viral

અમીરગઢમાં હિંસક હુમલાનો વીડિયો ઘણો જ વાયરલ થઇ રહ્યો છે. આદિવાસી યુવતીના  આપઘાતનો બદલો લેવા હુમલો કરાયો હોવાનું માનવામાં આવી રહ્યુ છે. અમીરગઢના રબારીયા ગામમાં મંગળવારે ઝાડ ઉપર ફાંસો ખાઈ એક યુવતીએ આપઘાત કરી લીધો હતો. જોકે, પરિવારનો આરોપ છે કે, આ યુવતીને મારી નાંખ્યા બાદ લટકાવી દીધી હતી. આ યુવતીના મોતનો બદલો લેવા માટે આ હિંસક હુમલો કરવામાં આવ્યો હતો. જેમાં લોકોના મકાનમાં તોડફોડ અને આગચંપી પણ કરવામાં આવતા ગામમાં ભારેલા અગ્નિ જેવો માહોલ હતો પરંતુ હાલ ગામમાં શાંતિ છે.આ અંગે મળતી માહિતી પ્રમાણે, ગુરુવારે પરિવારજનો તેના મૃતદેહને રબારીયા ગામે તેના એક શંકાસ્પદ મિત્ર યુવકના ઘર આગળ લઈ ગયા હતા.

Crowds take whole village hostage to avenge girl's death, video goes viral

જ્યાં ઘરમાં તોડફોડ કરી હતી અને આગચંપી કરતાં ભારે નાસભાગ મચી ગઇ હતી. આ સાથે અન્ચ મકાનોમાં પણ નુકસાન કરવામાં આવ્યું હતુ. જે બાદ યુવતીના મૃતદેહની અંતિમ વિધિ કરાઈ હતી.અમીરગઢ સામૂહિક આરોગ્ય કેન્દ્રમાં રખાયેલા તેના મૃતદેહને લઈને પરિવારજનો સહિત મોટી સંખ્યામાં ભેગા થયેલા લોકોનું ટોળું ગુરુવારે ગામ ગરાસીયા પુરા ગયા હતા. જે બાદ ચડોતરૂ કરાયું હતું. જેમણે આખા ગરાસિયાપુરા ગામમાં હિંસક પ્રવૃત્તિઓ કરી હતી. જેના કારણે ગભરાઇને કેટલાક લોકો ગામ છોડીને પણ ભાગી ગયા હતા. ઉશ્કેરાયેલા ટોળાંએ મકાનો સહિત ઘરમાં પડેલા સાધન સામગ્રીની તોડફોડ કરી મોટું નુકસાન કર્યું હતું. તેમજ વાહનો સહિત મકાનોને ટાર્ગેટ બનાવી માલ સમાનને આગ ચાંપવામાં આવી હતી.

 

Continue Reading
ગુજરાત3 days ago

આત્મસમર્પણના અહેવાલો વચ્ચે અમૃતપાલ સિંહે આજે વીડિયો સંદેશ જારી કર્યો

Uncategorized3 days ago

ડ્રાઇવિંગ મોડ ડ્રાઇવિંગ અનુભવને બદલે છે, શ્રેષ્ઠ માઇલેજ મેળવવા માટે આ રીતે તેનો ઉપયોગ કરો

Uncategorized3 days ago

સહારા ચિટફંડમાં ફસાયેલા પૈસા પાછા આવશે, સુપ્રીમ કોર્ટે 5000 કરોડ જાહેર કર્યા

Uncategorized3 days ago

IIT મદ્રાસે પેપર આધારિત પોર્ટેબલ ઉપકરણ બનાવ્યું, 30 સેકન્ડમાં દૂધ સહિત આ પદાર્થોમાં પકડી લેશે ભેળસેળ

Uncategorized3 days ago

નિઝામાબાદ જિલ્લામાં મોટી દુર્ઘટના, ખોદવાનું મશીન કાર પર પડ્યું; ત્રણના મોત સહિત ચાર ઘાયલ

Uncategorized3 days ago

PMએ ડેમોક્રેસી સમિટમાં કહ્યું- ભારત ખરેખર લોકશાહીની માતા છે, દેશ છે લોકશાહીનું શ્રેષ્ઠ ઉદાહરણ

Uncategorized3 days ago

કેન્દ્ર સરકારમાં 9.79 લાખથી વધુ જગ્યાઓ ખાલી છે, રેલવેમાં સૌથી વધુ 2.93 લાખ જગ્યાઓ ખાલી

Uncategorized3 days ago

પુણેના સાંસદ ગિરીશ બાપટનું નિધન, પીએમ મોદીએ ટ્વિટ કરીને લખ્યું- જનતાના મુદ્દા ઉઠાવતા નેતા

નેશનલ4 weeks ago

મોદી સરકારની ભેટ! હવે JEE Main અને અન્ય સ્પર્ધાત્મક પરીક્ષાઓ માટે કોચિંગ મફતમાં મળશે, જાણો વિગતો

Uncategorized4 weeks ago

અનુભવ સિન્હાની ‘ભીડ’નું ટીઝર થયું રિલીઝ, રજુ કરે છે કોરોના કાળ દરમિયાન સ્થળાંતરની વાર્તા

વર્લ્ડ4 weeks ago

‘પુતિનનું યુક્રેન યુદ્ધ LAC પાર ચીનના આક્રમણને પ્રોત્સાહિત કરી શકે છે,’ ભૂતપૂર્વ યુએસ ટોચના અધિકારીએ ચેતવણી આપી

ગુજરાત2 weeks ago

LGBTQ તરીકે ઓળખાતા યુગાન્ડા આઉટલો, ગેરકાયદેસર સમલૈંગિક સંબંધો માટે આપે છે મૃત્યુદંડ

Uncategorized4 weeks ago

પૂર્વ કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધીની તબિયત લથડી, સર ગંગારામ હોસ્પિટલમાં દાખલ

Uncategorized4 weeks ago

હેલ્થકેરને વધુ સારી બનાવવા ભારત અને વિશ્વ બેંક વચ્ચે થયો એક બિલિયન યુએસ ડોલરનો કરાર

Uncategorized4 weeks ago

વિજય માલ્યાને સુપ્રીમ કોર્ટનો ફટકો! સંપત્તિ જપ્ત કરવાના નિર્ણયને પડકારતી અરજી ફગાવી

Uncategorized4 weeks ago

4 હાઈકોર્ટમાં 20 વધારાના ન્યાયાધીશોની બઢતી, કાયદા મંત્રાલયના વિભાગે જાહેરનામું બહાર પાડ્યું

Trending