નર્મદા કેનાલમાંથી બે મૃતદેહ મળી આવ્યા, બંન્ને કાંકરેજના જુદાજુદા ગામોના રેહવાસી

admin
1 Min Read

નર્મદા કેનાલ એ હવે મોતની કેનાલ તરીકે ઓળખવામાં આવે છે ત્યારે ઓઢા ગામનો દલિત યુવાન કેનાલમાં ન્હાવા પડ્યો હતો ત્યારે ડૂબી ગયો હતો અને થરાદ ના તરવૈયા સુલતાન મિરે તેની લાશ બારે કાઢી હતી ત્યારે રાણકપુર ની નમર્દા કેનાલમાં ઉન ગામની પંચાલ યુવતી જે મગજ અસ્થિર હોવાથી ઘરેથી નીકળી ગઈ હતી ત્યારે રાણકપુર નર્મદા કેનાલમાંથી સુલતાન મીર તરવૈયા એ લાશ બાર કાઢી હતી

આમ કાંકરેજ તાલુકાના ગામડા પાસેથી પસાર થતી નર્મદા કેનાલ એ મોતની કેનાલ સાબિત થઈ ગઈ છે ત્યારે કાંકરેજ મામલતદાર કચેરીમાં સૂચના આપતાં તાબડતોબ રેસ્ક્યુ કામગીરી હાથ ધરી આવા બનાવો અંગે તાત્કાલિક ધોરણે કામગીરી કરવામાં આવે છે અને કેનાલમાંથી જીવતા અને મરેલાં લોકોને બારે કાઢીને વાલી વારસો ને સુપરત કરવામાં આવે છે ત્યારે હવે લોકોને સમજવાની જરૂર છે કે જો તંત્ર દ્વારા લોકહિત માટે કામગીરી કરવામાં આવે છે ત્યારે એક માનવ ધર્મની ફરજ પબ્લિકની પણ છે

 

 

Share This Article