હડમતીયા ગામમાં બે માસુમ બાળકોનું મોત

admin
1 Min Read

મોરબીના ટંકારા તાલુકાના હડમતીયા ગામે આવેલ તળાવમાં બે માસુમ પિતરાઈ ભાઈઓના ડૂબી જવાથી કરુણ મોત નિપજ્યા હતા. તળાવના કાંઠે જ રહેતા વાંઝા પરિવારના બન્ને બાળકો રમતા રમતા તળાવના પાણીમાં ડૂબી જવાથી મોત થતા ભારે કરુણાતીકા સર્જાઈ હતી. આ કરુણ બનાવની પ્રાપ્ત વિગતો અનુસાર ટંકારા તાલુકાના હડમતીયા ગામે આવેલ રામદેવપીરના મંદિર નજીક રહેતા વિચરતી વિમુક્ત જાતિના સુંડલા બનાવતા વાંઝા પરિવારના બે બાળકો સુરેશ પ્રતાપ વાંઝા અને રવિ તુતાભાઈ વાંઝાનું ગામમાં આવેલ તળાવમાં ડૂબી જવાથી કરુણ મોત નિપજ્યુ હતું.બનાવની જાણ થતા બાળકોના પરિજનો તેમજ ગ્રામજનો ઘટન સ્થળે દોડી આવ્યા હતા. તેમજ બનાવની જાણ થતા સ્થાનિક પોલીસનો કાફલો પણ ઘટના સ્થળે દોડી આવ્યો હતો. પોલીસે બન્ને બાળકોના મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે ટંકારાની સિવિલ હોસ્પિટલમાં ખસેડી બનાવ અંગે વધુ તપાસ હાથ ધરી હતી. પ્રાથમિક તપાસમાં બન્ને બાળકો પિતરાઈ ભાઈઓ હતા. ત્યારે એક જ પરિવારના બે માસુમ ભાઈઓના ડૂબી જવાથી મોત થતા સમગ્ર પંથકમાં અરેરાટી મચી ગઇ છે.

Share This Article