બે PUC સેન્ટરના લાયસન્સ રદ્દ કરાયા, વધારાની રકમ વસુલવામાં આવતી હોવાની ફરિયાદ

admin
1 Min Read

ગોધરામાં પીયુસી સેન્ટરોમાં વાહન ચાલકોની લાંબી લાઈનો લાગતા સેન્ટરો વાળાઓ તકનો લાભ લઇ સરકારની નિયત ફ્રી કરતા ડબલ કમાણી કરી રહ્યા હોવાનું ધ્યાને આવતા આર.ટી.ઓ અધિકારીએ બે પીયુસી સેન્ટરના લાયન્સ ત્રણ માસ માટે રદ્દ કર્યા હતા .જેને લઈ વાહન ચાલકો હેરાન થવાની સાથે લાંબી લાઈનોમાં ઉભા રહેવાની ફરજ પડી હતી ગોધરામાં છ પીયુસી સેન્ટર પૈકી ચાર સેન્ટર કાર્યરત હોવાનું જાણવા મળી રહ્યું છે. ગોધરામાં ટ્રાફિકના નવા દંડના ડરથી વાહન ચાલકો જરૃરી ડોક્યુમેન્ટ કઢાવવા દોડી રહ્યા છે .મોટાભાગના વાહન ચાલકોએ પીયુસી જ ન કઢાવી હોય સામાન્ય ૩૦ રૃપિયાની પીયુસી માટે ૫૦૦ રૃપિયા દંડ હોય પીયુસી માટે સેન્ટરો પર ઉમટતા લાંબી ગ્રાહકોની લાંબી લાઈનો જોવા મળી રહી છે. એક દીવસમા ૫૦૦ થી વધુશહેરમાં પીયુસીઓની અરજીઓ નોધાઈ રહી છે .

Share This Article